Monday, October 26, 2026
HomeIndiaલગ્ન એ ભારતીય સંસ્કૃતિનો ઉચ્ચ સંસ્કાર છે, અને એટલે સમાજે લગ્ન પરંપરાને...

લગ્ન એ ભારતીય સંસ્કૃતિનો ઉચ્ચ સંસ્કાર છે, અને એટલે સમાજે લગ્ન પરંપરાને પૂર્ણ ટેકો જાહેર કર્યો છે.

Date:

Related stories

ફ્લેક્સિલોન્સ (FlexiLoans) દ્વારા ગુજરાતના એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત ટેકો:...

ગુજરાતના બે મહત્વના બિઝનેસ હબમાં મજબૂત લોન વૃદ્ધિ; આગામી...

ગાંધીનગર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬...

ગાંધીનગર: દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના...

દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ...

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદસભ્યશ્રી...

સિંગાપોરમાં ITB એશિયા 2026 માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન...

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

પશ્ચિમ રેલવે અમદાવાદ અને ખડગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં...

હમણાં નવરાત્રી નો ઉત્સવ બધાએ ખૂબ જ ભક્તિ ભાવથી અને યુવાનો એ ઉત્સાહથી થનગનાટ સાથે ઉજવ્યો! અને ગુજરાત ભરમાં હવે યુવતીઓ રાત્રીનાં મોડે સુધી કોઈ ડર વગર ગરબા રમી શકી, એ રીતે જોઈએ તો સ્ત્રી શક્તિનું સન્માન થયું ! પરંતુ હજી પણ રોજ બલાત્કાર કે અત્યાચારની ઘટના વિશે સાંભળવા મળે છે! એટલે દેવી પૂજા એ માત્ર મૂર્તિ રુપે જ.. ક્યાંક ઘર બહાર સુરક્ષિત તો ક્યાંક ઘરમાં શોષણ! ખેર! ભારતીય સંસ્કૃતિ પોતાની લગ્ન સંસ્થા પરંપરા માટે જાણીતી છે, અને એનું મુખ્ય કારણ મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, અને તેને જીવવાં માટે બીજા એની જેવાં મનુષ્યનો‌ સંગાથ હંમેશા જોઈએ, આથી લગ્ન સંસ્થા દ્વારા સમાજની રચના બહુ જરૂરી છે.

ઉપરાંત ભારત એ વિધવિધ ભૌગોલિક લાક્ષણિકતાઓ ધરાવતો દેશ હોવાથી, અહીં સંસ્કૃતિઓ પણ પ્રાંત પ્રમાણે થોડી ઘણી જુદી પડે છે, એટલે કે ત્યાંની આબોહવા પ્રમાણે તેમનાં ખોરાક, પોષાક, ને આવાસ, હોય છે,તેમજ એ પ્રમાણે ત્યાં રહેતી પ્રજાનાં રિત રિવાજ અને તહેવાર વગેરે થોડાં જુદા પડે છે. પરંતુ મુખ્ય જે પૂર્વની સંસ્કૃતિની વાત છે, એટલે કે હિન્દુ સનાતન ધર્મની આપણે વાત કરીએ, તો અહીં મુખ્ય ચાર સ્તંભ પર આ સંસ્કૃતિનું નિર્માણ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અને અતિથિ દેવો ભવ, એટલે કે પાયામાં આ સંસ્કાર હોવા બહુ જરૂરી છે. દરેક પોતાના ઘરની આર્થિક, શારીરિક, અને માનસિક, સદ્ધરતા પ્રમાણે જીવતાં હોય છે, અને મા-બાપ પોતાનાં સંતાનોને સારાં માં સારાં સુખ સગવડ મળે, તેમજ સારું શીખે, સારા સંસ્કાર પ્રાપ્ત કરે, એવું જીવન આપવા હંમેશા કાર્યરત રહેતા હોય છે.ભારતીય સંસ્કૃતિ માં એક સૌથી મહત્વની વાત એ છે, કે અહીં જીવની શારીરિક રચનાની સાથોસાથ આંતરિક રચના અને તેની માંગને મહત્વ આપીને તહેવારોને કે રીતિ રિવાજ ને પ્રાધાન્ય આપવામાં આવે છે, અને તેને ઉત્સવ બનાવી લોકો પોતાનું મનોરંજન પણ કરતાં હોય છે. ઉપરાંત તહેવારોને ધર્મ સાથે જોડીને ધાર્મિક ભાવના પણ સમાજમાં વધતી રહે, તે હેતુથી ઘણાં બધા તહેવારોની ઉજવણી કરાતી હોય છે. ભારતીય સંસ્કૃતિએ લગ્ન પરંપરાને પૂર્ણ ટેકો જાહેર કર્યો છે, તેમાં પણ જે રીતે લગ્ન કરીને સ્ત્રી પુરુષ નાં ઘરે જાય છે એ તો અદભૂત છે. આ બંને પરંપરાને કારણે ભારતીય સમાજ ટકી રહ્યો છે. લગ્ન એ આપણી સંસ્કૃતિનો ઉચ્ચ સંસ્કાર છે, અને એમાં પણ પુરુષના પ્રમાણમાં સ્ત્રી સહનશીલ હોવાથી અન્ય જગ્યાએ પણ ગોઠવાય જશે,એ હિસાબે સ્ત્રી પરણીને પુરુષનાં ઘરે જાય છે, અને નવાં ઘરમાં નવી ઓળખ ઊભી કરે છે. ગઈકાલે પિતાના નામે ઓળખાતી દીકરી, આજે કોઈની પુત્રવધુ, કોઈની પત્ની, અને કોઈ સંતાનોની માતાના નામે ઓળખાય છે. છતાં તેને એની કોઈ ફરિયાદ રહેતી નથી, અને પોતાના પ્રેમથી તે અહીં પણ બધાના દિલ જીતી લેતી હોય છે, અને આ આપણા સમાજનું એક બહુ મોટું લક્ષણ કહી શકાય.પરિવારમાં દરેક જણ સરખા હોતા નથી છતાં તે શાંતિ બની રહે તેવા પ્રયત્નો કરી, અને બધાની ઈચ્છાને માન આપીને જીવતી હોય છે. પુરુષ પણ પોતાના ભાગે આવેલું અર્થ ઉપાર્જન નું કાર્ય કરી પરિવારનું ભરણપોષણ કરતો હોય છે. અહીં દરેક પરિવાર પછી પોતાની રીતે પોતાનાં અનુભવ પ્રમાણે, નવી કર્મ, અર્થ, અને ધર્મ વિશેની નીતિઓ મુજબ જીવતા હોય છે. સમાજ સુચારુ રૂપે ચાલે એ માટે થઈને સમાજના આગેવાનો આ પરંપરાઓ જળવાઈ રહે છે, કે નહીં તેનું ધ્યાન રાખતાં હોય છે. આજકાલ તો કાયદાઓને નામે પણ ઘણા સુધારા થયા છે, અને તેમાં સૌથી મહત્ત્વનો સુધારો બાળ લગ્ન પ્રતિબંધનો છે. જે બતાવે છે કે સમય પ્રમાણે પરંપરાઓમાં પરિવર્તન પણ ક્યારેક જરૂરી હોય છે, અને આ પરિવર્તન નો વિચાર આજની યુવાપેઢીએ પકડી લીધો છે. કોઈ કોઈ પશ્ચિમનું અનુકરણ કરવા પ્રેરિત થાય છે, એટલે કે પશ્ચિમના દેશોમાં લગ્ન સંસ્થાને એટલું મહત્વ આપવામાં આવતું નથી. એટલે લગ્ન ત્યાં આગળ નથી થતા એવું નથી. પરંતુ લગ્ન કર્યા વગર પણ યુવક યુવતી સાથે જીવન ગુજારતા હોય છે, અને ન ફાવે તો છુટા પડી જતા હોય છે. તેમજ લગ્ન કર્યા બાદ પણ અનુકૂળ આવે નહીં તો છુટા પડી, બીજા લગ્ન કરતા હોય છે, આપણે ત્યાં આ બધું એટલું સહજ રીતે સ્વીકાર્ય થતું નહોતું, પણ‌ આજકાલ ભારતીય સમાજ પણ આ બાબતમાં ઘણો આગળ આવી ગયો છે. સ્ત્રી શિક્ષણ, દીકરા-દીકરીના ભેદ, વિધવા વિવાહ, તેમજ અન્ય જ્ઞાતિગત દહેજ જેવા કુરિવાજો સામે પણ ટક્કર લઇ, અને આ બધી પરંપરાઓને જડમૂળથી કાઢવા કોશિશ કરી રહ્યો છે.તો મહાનગરોમાં યુવક-યુવતીઓ વિદેશી સંસ્કૃતિ પ્રમાણે લિવ ઈન રિલેશનશિપમાં પણ રહેતા જોવા મળે છે. સ્ત્રી એટલે કે યુવતીને ઘરમાંથી પૂર્ણ પ્રેમ, અને સંસ્કાર મળ્યા હોય તો, તે પોતાની મર્યાદાની રેખાનું ઉલંઘન કરતી નથી, અને તે ઘણી સમસ્યામાંથી બચી જાય છે.તો બીજીબાજુ લગ્ન સંસ્થામાં બંધાયેલી સ્ત્રી ઘરેલું હિંસાને નામે પીડાય છે, અને સ્ત્રી લાચાર હોય એવું બની શકે. એટલે આમ જુઓ તો આપણી આ પરંપરાઓ વિશે પાયામાં જઇને વિચારવું જરૂરી બની જાય છે. કારણ કે આજે શિક્ષણ ક્ષેત્રે સ્ત્રીઓએ નોંધપાત્ર તરક્કી મેળવી છે, અને તેમણે પણ પોતાનાં અસ્તિત્વને સિદ્ધ કરવા માટે જુદી જુદી રીતે ડગલા ભર્યા છે. ત્યારે અમુક સમાજની એવી કંઈ માનસિકતા છે, કે તે તેની સફળતાને સહજ રીતે મૂલવી શકતો નથી? સામાજિક સ્તરે જ્યારે પરંપરાઓને મૂલવવાની હોય, ત્યારે સાંચી દિશામાં ડગલા પડે તો વિકાસ થાય, એટલે આજે આપણે એવા મોડ પર આવીને ઊભા છીએ, કે જ્યાં આજનો યુવાન વિચારે છે કે એ લગ્ન કરે! કે લિવ ઇન રિલેશનશિપ રાખે! કે પછી કુંવારો રહી, બંધન મુક્ત ભોગ પ્રાપ્ત કરીને જીવન ગુજારે! પણ જો એને સાચી દિશા બતાવી હોય, તો સમાજના આગેવાનોએ આ વિશે વિચારી અને કોઈ તટસ્થ નિર્ણય કરવા પડે. લગ્ન વગર સાથે રહેવું એ આમ તો સામાજિક પાપ છે, અને એને કારણે અન્ય યુવાનો પણ આવું કરવા પ્રેરિત થાય, તો બહુ ભયંકર પરિણામો આવે, કારણ કે દરેકની વૈચારિક ક્ષમતા અલગ હોય છે, દરેકે દરેકનો ઇન્દ્રિયો પરનો સંયમ અલગ હોય છે, અને દરેકને શક્તિ, સહનશક્તિ, અને સંસ્કાર, એટલે કે ખાવું-પીવું ને પહેરવું, એ બધું પણ જ્ઞાતિગત રીતે અલગ પડતા, દરેક વખતે સ્વીકારી શકાતું નથી. આંતરજ્ઞાતિય લગ્ન કરનારાઓ આ સત્યને વધુ સમજી શકે, કારણ કે જે જ્ઞાતિ અને ધર્મ માં ઉછેર થયો હોય, તેના પોતાના અમુક રીતિ રિવાજો હોય છે, એટલે જ્ઞાતિ બદલાય, તો પણ ઘણીવાર રહેવું મુશ્કેલ બની જતું હોય છે.આપણી સંસ્કૃતિ જ મહાન! એવું નહીં પણ કોઈ ઉદાહરણથી આજનાં યુવક યુવતીઓને આ વાત સમજાવી, લગ્ન એ જ ઉચ્ચ સંસ્કાર છે, અને એ રીતે યુવક યુવતીનું મિલન થાય, તો જ સમાજમાં શાતિ બની રહે, અને સાચો વિકાસ થાય, એ સત્ય છે. પરંતુ કોઈ પણ પરંપરા જડ ન બને એ જોવું પણ જરૂરી છે.એટલે કે સ્ત્રી ને પુરુષ બંનેના મૂળ લક્ષણનુ પોષણ થાય એમ જીવવાની સ્વતંત્રતા બંને ને મળવી જોઈએ. આપણે સૌ પણ આપણા નૈતિક અને ધાર્મિક મૂલ્યોને સમજીને સમાજનો સાચો વિકાસ થાય, એ રીતે જીવન જીવીએ, અન્યને પ્રેરણા મળે, અને તેમાંથી સાચું અને સારું ગ્રહણ કરી શકીએ, તેવું આચરણ કરીએ, તેમજ સમાજમાં આપણાથી ક્યાંય કોઈનું શોષણ થતું નથી? એ વાતનું ધ્યાન રાખીએ, અને બને કેટલી બીજાને મદદ કરવાની વૃત્તિ કેળવીને જીવીએ, તો ખરેખર ભારતીય સમાજ એક સુંદર દ્રષ્ટાંત પૂરું પાડી શકે, એવી આપણી શુદ્ધને પવિત્ર પરંપરા ઓ છે,આ પરંપરા નું આપણા થકી જતન થાય, અને તેનું મુલ્ય વધે એ રીતે સૌ જીવે,

ભાવના ભાટી (ભાવનગર)

ફ્લેક્સિલોન્સ (FlexiLoans) દ્વારા ગુજરાતના એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત ટેકો:...

ગુજરાતના બે મહત્વના બિઝનેસ હબમાં મજબૂત લોન વૃદ્ધિ; આગામી...

ગાંધીનગર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬...

ગાંધીનગર: દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના...

દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ...

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદસભ્યશ્રી...

સિંગાપોરમાં ITB એશિયા 2026 માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન...

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

પશ્ચિમ રેલવે અમદાવાદ અને ખડગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here