દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદસભ્યશ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી હિતેશભાઇ બારોટની પ્રેરણા, માર્ગદર્શન અને આયોજન અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારની 96 શાળાઓના 36,000 કરતાં વધારે બાળકોને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા રૂપિયા ૧૦ લાખથી વધુ કિંમતના ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું. જેના દ્વારા બાળકોને સહાયક લેખન, અનુલેખન, સ્વાધ્યાય કાર્યમાં મદદરૂપ અને ફાયદો થશે.

કાર્યક્રમના ભાગરૂપે ઘાટલોડિયા વિધાનસભાની સોલા પ્રાથમિક શાળામાં શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી કમલેશભાઇ પટેલ, સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, સાબરમતી વિધાનસભાની ચાંદલોડિયા પ્રાથમિક શાળામાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્યશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ, ડેપ્યુટી મેયરશ્રી અંજુબેન શાહ, દંડકશ્રી અતુલભાઇ મિશ્રા, નારણપુરા વિધાનસભાની ગૌતમ ઋષિ પ્રાથમિક શાળા, નવા વાડજમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી જીતુભાઈ પટેલ, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેનશ્રી અંકિતભાઈ રાઠોડ, ઇ.ડબલ્યુ.એસ. કમિટીના ચેરમેનશ્રી દર્શનભાઇ શાહ, વેજલપુર વિધાનસભાની વેજલપુર પ્રાથમિક શાળા નં.2માં વેજલપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકર, ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેનશ્રી ભાગ્યેશભાઇ પટેલ દ્વારા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર લોકસભા વિસ્તારની ચારેય વિધાનસભામાં કોર્પોરેશનના વિવિધ કમિટીઓના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, મ્યુનિ. કાઉન્સિલરશ્રીઓ, સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓ તથા ખૂબ મોટી સંખ્યામાં, એસ.એમ.સી. સભ્યશ્રીઓ, વાલીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.મ્યુનિસિપલ શાળાના 36000 કરતાં વધારે બાળકોએ દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસની ઉજવણી કરી બાળકોને મીઠાઈ – ચોકલેટ આપવામાં આવી. ગાંધીનગર લોકસભા વિસ્તારની શાળાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં આવેલ વાલીઓએ પોતાના પ્રતિભાવોમાં જણાવ્યું કે, દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદસભ્યશ્રી અમિતભાઈ શાહની પ્રેરણા અને માર્ગદર્શનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાધુનિક સુવિધાયુક્ત મ્યુનિ. શાળાઓ બનાવવાથી અમારા બાળકોને સાંપ્રત પ્રવાહ મુજબનું હાઈટેક એજ્યુકેશન મળી રહ્યું છે જેના માટે તેઓશ્રીના જન્મદિવસ નિમિત્તે અમો તેમને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ છીએ અને સતત આ વિસ્તારમાં અમોને તેમનું નેતૃત્વ મળી રહે તેવી મનોકામના કરીએ છીએ. મ્યુનિ. શાળાના બાળકોએ પણ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદસભ્યશ્રી અમિતભાઈ શાહના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લીધો.
