Monday, October 26, 2026
HomeGujaratફ્લેક્સિલોન્સ (FlexiLoans) દ્વારા ગુજરાતના એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત ટેકો: અમદાવાદ અને સુરતમાં...

ફ્લેક્સિલોન્સ (FlexiLoans) દ્વારા ગુજરાતના એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત ટેકો: અમદાવાદ અને સુરતમાં ₹370+ કરોડથી વધુની લોન મંજૂર

Date:

Related stories

ગાંધીનગર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬...

ગાંધીનગર: દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના...

દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ...

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદસભ્યશ્રી...

લગ્ન એ ભારતીય સંસ્કૃતિનો ઉચ્ચ સંસ્કાર છે, અને એટલે...

હમણાં નવરાત્રી નો ઉત્સવ બધાએ ખૂબ જ ભક્તિ ભાવથી...

સિંગાપોરમાં ITB એશિયા 2026 માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન...

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

પશ્ચિમ રેલવે અમદાવાદ અને ખડગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં...

ગુજરાતના બે મહત્વના બિઝનેસ હબમાં મજબૂત લોન વૃદ્ધિ; આગામી બે વર્ષમાં વિતરણ બમણું કરવાનો લક્ષ્યાંક · અમદાવાદમાં ₹200 કરોડથી વધુ અને સુરતમાં ₹170 કરોડથી વધુની લોનનું વિતરણ ·આગામી બે વર્ષમાં બંને શહેરોમાં લોન વિતરણ બમણું કરવાનો કંપનીનો લક્ષ્યાંક · બંને શહેરોમાં મોટાભાગના લોનધારકો 30–59 વર્ષની વયજૂથમાં · અત્યાર સુધીમાં 4,600થી વધુ લોન અરજીઓ પ્રાપ્ત — અમદાવાદમાંથી 2,400થી વધુ અને સુરતમાંથી 2,100થી વધુ · બંને શહેરોમાં આગામી બે વર્ષમાં લોન વિતરણમાં 2એક્સ વૃદ્ધિનું લક્ષ્યાંક ·મુખ્ય ક્ષેત્રો: કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ અને રિટેલ (ફૂડ અને ગ્રોસરી) Friday, 23 October 2026: એમએસએમઈ ક્ષેત્ર માટે ભારતની અગ્રણી ડિજિટલ લેન્ડિંગ એનબીએફસી, FlexiLoans.com એ ગુજરાતના વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્રો એવા અમદાવાદ અને સુરતમાં ₹370 કરોડથી વધુના ધિરાણ સાથે રાજ્યમાં પોતાની પકડ વધુ મજબૂત કરી છે. અમદાવાદમાં ₹200+ કરોડ અને સુરતમાં ₹170+ કરોડથી વધુની રકમ વિતરિત કરવામાં આવી છે.

સ્થાનિક એમએસએમઈ એકમોમાં સમયસર અને સુલભ ધિરાણની વધતી માગને પહોંચી વળવા માટે ફ્લેક્સિલોન્સ આગામી બે વર્ષમાં આ આંકડો બમણો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.નાના અને મધ્યમ ઉદ્યોગો તરફથી મળેલા ઉત્સાહજનક પ્રતિસાદને કારણે આ સિદ્ધિ હાસિલ થઈ છે. અત્યાર સુધીમાં અમદાવાદમાંથી 2,400થી વધુ અને સુરતમાંથી 2,100થી વધુ લોન અરજીઓ મળી છે. આ બંને શહેરોમાં ધિરાણ મેળવનારા મોટાભાગના સાહસિકો 30 થી 59 વર્ષની વયજૂથના છે, જે દર્શાવે છે કે સ્થપાયેલા ઉદ્યોગસાહસિકો પોતાના કારોબારને વિસ્તારવા માટે ફોર્મલ ક્રેડિટનો ઉપયોગ કરી રહ્યા છે. પુરુષ ઉદ્યોગસાહસિકો ઉપરાંત મહિલા ઉદ્યોગસાહસિકોની ભાગીદારી પણ નોંધપાત્ર રહી છે, જેમાં અમદાવાદમાંથી લગભગ 10.5% અને સુરતમાંથી 11% અરજીઓ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે.ગુજરાતનું એમએસએમઈ ઇકોસિસ્ટમ દેશના સૌથી મોટા નેટવર્કમાંનું એક છે, જેમાં 43 લાખથી વધુ નોંધાયેલા એમએસએમઈ એકમો અને 1.29 કરોડથી વધુ રોજગારી સામેલ છે. રાજ્યમાં કેમિકલ્સ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ગુડ્સ અને રિટેલ (કિરાણા અને ખાદ્યપદાર્થો) ક્ષેત્રે લોનની માગ સૌથી વધુ જોવા મળી છે. કંપનીએ તેની “Feet-on-Street (FOS) + Digital” મોડેલ રજૂ કર્યું છે, જે ઓન-ગ્રાઉન્ડ સેવાઓ અને ડિજિટલ પ્રોસેસિંગને જોડે છે. આના દ્વારા પાત્રતા ધરાવતા વ્યવસાયોને માત્ર 48 કલાકની અંદર લોનની મંજૂરી મળી જાય છે.આ પ્રસંગે વાતચીત કરતા FlexiLoans.com ના કો-ફાઉન્ડર શ્રી રિતેશ જૈને જણાવ્યું હતું કે, “ગુજરાત ભારતનું સૌથી પ્રગતિશીલ અને સાહસિક એમએસએમઈ ઇકોસિસ્ટમ ધરાવે છે, જેમાં અમદાવાદ અને સુરત ઉત્પાદન અને વેપારના મુખ્ય કેન્દ્રો છે. બંને શહેરોમાં જોવા મળેલો ધિરાણનો આ સકારાત્મક ગતિવિધિ દર્શાવે છે કે નાના વેપારીઓને યોગ્ય સમયે ફ્લેક્સિબલ બિઝનેસ લોનની જરૂરિયાત વધી રહી છે. ડિજિટલ અને ઝડપી ધિરાણ તરફ ઉદ્યોગસાહસિકોનો ઝુકાવ વધતા, અમે આગામી બે વર્ષમાં ગુજરાતમાં અમારો કારોબાર બમણો કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.”વર્ષ 2016માં સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં ₹13,000 કરોડથી વધુનું ધિરાણ પૂરું પાડી ચૂકેલી ફ્લેક્સિલોન્સ ભારતભરના 11,000થી વધુ પિન કોડ વિસ્તારોમાં કાર્યરત છે. કંપનીએ વૈકલ્પિક ડેટા સ્ત્રોતોનો ઉપયોગ કરીને ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં મૂડીની સુલભતા સરળ બનાવી છે. બ્રાન્ડનું સૂત્ર — “લોન નહીં, સમજો તરક્કી હૈ” — દેશના ઉદ્યોગસાહસિકોને વાસ્તવિક વ્યવસાયિક વૃદ્ધિ તરફ લઈ જવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.ફેક્સિલોન્સ વિશે ફેક્સિલોન્સ ભારતનું અગ્રણી ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ છે, જે એમએસએમઈને સરળતાથી ધિરાણ ઉપલબ્ધ કરાવીને તેમને સશક્ત બનાવવા માટે સમર્પિત છે. ₹3,000 કરોડથી વધુના AUM સાથે કંપની ટેક્નોલોજીના નવીન ઉપયોગ દ્વારા ₹2 લાખથી ₹25 લાખ સુધીની ટર્મ લોન અને ₹25 લાખથી ₹10 કરોડ સુધીની સપ્લાય ચેઇન ફાઇનાન્સ સુવિધા પૂરી પાડે છે.11,000થી વધુ પિન કોડ્સમાં કાર્યરત ફેક્સિલોન્સ ટેક્નોલોજી અને વૈકલ્પિક ડેટાનો ઉપયોગ કરીને ઝડપી ક્રેડિટ મૂલ્યાંકન અને લોન મંજૂરી શક્ય બનાવે છે, જેથી નાના વ્યવસાયો ઓછા અવરોધ સાથે જરૂરી મૂડી મેળવી શકે.પ્લેટફોર્મ ₹2 લાખથી ₹10 કરોડ સુધીની બિઝનેસ લોન ઉપલબ્ધ કરાવે છે, જેનાથી ઉદ્યોગસાહસિકોને તેમની કામગીરી વિસ્તારવા અને વ્યવસાયમાં વૃદ્ધિ કરવા માટે જરૂરી મૂડી મળી રહે છે. કંપનીનું વિઝન સમગ્ર ભારતમાં SMEs માટે પસંદગીના નાણાકીય ભાગીદાર બનવાનું છે, જે આર્થિક વૃદ્ધિ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે.

ગાંધીનગર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬...

ગાંધીનગર: દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના...

દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ...

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદસભ્યશ્રી...

લગ્ન એ ભારતીય સંસ્કૃતિનો ઉચ્ચ સંસ્કાર છે, અને એટલે...

હમણાં નવરાત્રી નો ઉત્સવ બધાએ ખૂબ જ ભક્તિ ભાવથી...

સિંગાપોરમાં ITB એશિયા 2026 માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન...

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

પશ્ચિમ રેલવે અમદાવાદ અને ખડગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here