Thursday, October 29, 2026
HomeGujaratAhmedabadગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે લીલી ઝંડી બતાવશે, શ્રી બહુચર માતા અને શ્રી કાશી વિશ્વનાથના શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર.

Date:

Related stories

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓથી અમદાવાદનું રેલવે...

અમદાવાદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબર, 2026ના રોજ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં બે નવી રેલ સેવાઓને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે. આ સેવાઓમાં સાબરમતી–વારાણસી એક્સપ્રેસ તથા મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ ટ્રેન સેવાનો સમાવેશ થાય છે.આ પ્રસંગે સાબરમતી સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં માનનીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના માનનીય મેયર શ્રી હિતેશભાઈ બારોટ, માનનીય સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય ધારાસભ્ય શ્રી કૌશિક જૈન સહિત અન્ય ધારાસભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026 બેચરાજી સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી હરિભાઈ પટેલ, માનનીય સાંસદ શ્રી મયંક નાયક, માનનીય સાંસદ શ્રી રાજેશ શુક્લા, માનનીય સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, માનનીય ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે આ નવી રેલ સેવાઓના પ્રારંભને મહત્ત્વપૂર્ણ સિદ્ધિ ગણાવતાં જણાવ્યું હતું કે, “માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતીય રેલવે આધુનિક, સુલભ અને મુસાફરકેન્દ્રિત પરિવહન વ્યવસ્થાની દિશામાં સતત આગળ વધી રહી છે. ગુજરાતને સાબરમતી–વારાણસી એક્સપ્રેસ તથા મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂના રૂપમાં બે નવી રેલ સેવાઓની ભેટ મળવી એ પ્રાદેશિક અને આંતરરાજ્ય રેલ જોડાણને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. સાબરમતી–વારાણસી એક્સપ્રેસથી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ સંપર્ક મજબૂત બનશે તથા શ્રી કાશી વિશ્વનાથ ધામનાં દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને અનુકૂળ મુસાફરીનો વિકલ્પ મળશે.“બીજી તરફ, મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ સેવા ઉત્તર ગુજરાતના દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને વેપારીઓને વિશેષ લાભ આપશે. સાથે જ, પ્રસિદ્ધ શ્રી બહુચર માતા મંદિરે દર્શન માટે આવતા-જતા શ્રદ્ધાળુઓ માટે રેલ મુસાફરી વધુ સરળ બનશે.“આ બંને રેલ સેવાઓથી ધાર્મિક પ્રવાસન, સ્થાનિક વેપાર, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને પ્રાદેશિક આર્થિક વિકાસને નવી ગતિ મળવાની અપેક્ષા છે. અમદાવાદ મંડળ મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક, વિશ્વસનીય અને વધુ સારી રેલ સેવાઓ પૂરી પાડવા તથા રેલ કનેક્ટિવિટી સતત વિસ્તરણ માટે પ્રતિબદ્ધ છે.”સાબરમતી–વારાણસી એક્સપ્રેસથી ત્રણ રાજ્યો વચ્ચે રેલ સંપર્ક મજબૂત બનશે. નવી ટ્રેન નંબર 12205/12206 સાબરમતી–વારાણસી એક્સપ્રેસ ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનાં મુખ્ય શહેરોને રેલ નેટવર્ક સાથે જોડશે. આ ટ્રેન દરરોજ દોડશે અને મુસાફરોને અમદાવાદ તથા વારાણસી વચ્ચે સુવિધાજનક રેલ મુસાફરીનો વિકલ્પ પૂરો પાડશે.આ ટ્રેન શરૂ થવાથી શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને લાભ મળશે. ખાસ કરીને વારાણસી સ્થિત શ્રી કાશી વિશ્વનાથ ધામ તથા અન્ય ધાર્મિક સ્થળોની યાત્રા કરતા શ્રદ્ધાળુઓ માટે આ સેવા સુવિધાજનક સાબિત થશે. આ ઉપરાંત, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનાં મુખ્ય શહેરો વચ્ચે વેપાર, પ્રવાસન અને સામાજિક સંપર્કને પણ પ્રોત્સાહન મળશે.ટ્રેન નંબર 12205, સાબરમતી–વારાણસી એક્સપ્રેસ: સાબરમતીથી સવારે 05:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 06:30 વાગ્યે વારાણસી પહોંચશે. ટ્રેન નંબર 12206, વારાણસી–સાબરમતી એક્સપ્રેસ: વારાણસીથી સાંજે 17:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 20:15 વાગ્યે સાબરમતી પહોંચશે.માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, માંડાવર મહવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા જંક્શન, ટૂંડલા જંક્શન, ગોવિંદપુરી, સુબેદારગંજ અને મિર્ઝાપુર સ્ટેશનો પર ઊભી રહેશે.મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ સેવાથી પ્રાદેશિક રેલ કનેક્ટિવિટી ને પ્રોત્સાહન મળશે.મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ ટ્રેન સેવા શરૂ થવાથી મહેસાણા, પાટણ તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સારી રેલ પરિવહન સુવિધા મળશે. આ સેવા દ્વારા સાબરમતી, ચાંદખેડા, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા, રણુજ અને મહેસાણા સહિતના માર્ગ પરનાં મુખ્ય સ્ટેશનો એકબીજા સાથે જોડાશે.આ સેવા ખાસ કરીને દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ, ઔદ્યોગિક કર્મચારીઓ તથા બેચરાજી સ્થિત શ્રી બહુચર માતા મંદિરે દર્શન માટે જતા શ્રદ્ધાળુઓ માટે લાભદાયી રહેશે. આ રેલ સેવા હેઠળ મુસાફરોને સવાર અને સાંજ, બંને સમયે મુસાફરીના વિકલ્પો ઉપલબ્ધ થશે.શ્રી બહુચર માતા મંદિરના શ્રદ્ધાળુઓને મળશે વિશેષ સુવિધાગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું શ્રી બહુચર માતા મંદિર રાજ્યનાં મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. નવી મેમૂ રેલ સેવાથી શ્રદ્ધાળુઓને બેચરાજી આવવા-જવા માટે અનુકૂળ પરિવહન વિકલ્પ મળશે. બેચરાજી વિસ્તારમાં વધતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને સ્થાનિક અવરજવરની જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં આ રેલ સેવા મહત્ત્વપૂર્ણ સાબિત થશે. તેનાથી સ્થાનિક રહેવાસીઓની સાથે આસપાસનાં ગામોના લોકોને પણ લાભ મળશે.પ્રાદેશિક આર્થિક અને સામાજિક વિકાસને મળશે વેગ આ સેવા દ્વારા સ્થાનિક નાગરિકોને સુવિધાજનક અને સસ્તા રેલ પરિવહનનો વિકલ્પ ઉપલબ્ધ થશે. વધુ સારા રેલ સંપર્કથી વિસ્તારમાં વેપાર, રોજગાર, પ્રવાસન અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.રેલ પરિવહનના વધુ સારા વિકલ્પો ઉપલબ્ધ થવાથી માર્ગ પરિવહન પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. સાથે જ, પર્યાવરણને અનુકૂળ રેલ પરિવહનને પ્રોત્સાહન આપીને વિસ્તારના ટકાઉ વિકાસમાં યોગદાન આપી શકાશે.મેમૂ ટ્રેનનું સમયપત્રક .સવારની ટ્રેન સેવા: સાબરમતીથી સવારે 06:40 વાગ્યે ઉપડીને ટ્રેન 08:05 વાગ્યે બેચરાજી પહોંચશે. બેચરાજીથી 08:07 વાગ્યે ઉપડીને આ ટ્રેન 09:45 વાગ્યે મહેસાણા પહોંચશે. વાપસીમાં ટ્રેન મહેસાણાથી સાંજે 16:40 વાગ્યે ઉપડીને 17:49 વાગ્યે બેચરાજી પહોંચશે. બેચરાજીથી 17:51 વાગ્યે ઉપડીને આ ટ્રેન 20:30 વાગ્યે સાબરમતી પહોંચશે.સાંજની ટ્રેન સેવા: સાબરમતીથી સાંજે 17:05 વાગ્યે ઉપડીને ટ્રેન 18:48 વાગ્યે બેચરાજી પહોંચશે. બેચરાજીથી 18:50 વાગ્યે ઉપડીને આ ટ્રેન 20:25 વાગ્યે મહેસાણા પહોંચશે. આ જ રીતે, ટ્રેન મહેસાણાથી સવારે 07:05 વાગ્યે ઉપડીને 07:50 વાગ્યે બેચરાજી પહોંચશે. બેચરાજીથી 07:52 વાગ્યે ઉપડીને આ ટ્રેન 10:20 વાગ્યે સાબરમતી પહોંચશે.માર્ગમાં બંને ટ્રેનો ચાંદખેડા, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા અને રણુજ સ્ટેશનો પર ઊભી રહેશે.મુસાફર સુવિધાઓના વિસ્તરણની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ, આ બંને નવી રેલ સેવાઓનો પ્રારંભ ગુજરાતમાં રેલ કનેક્ટિવિટી ને મજબૂત બનાવવા અને મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. જ્યાં સાબરમતી–વારાણસી એક્સપ્રેસ આંતરરાજ્ય રેલ સંપર્ક અને ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપશે, ત્યાં મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ સેવા પ્રાદેશિક અવરજવરને વધુ સુવિધાજનક બનાવશે.

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓથી અમદાવાદનું રેલવે...

અમદાવાદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here