પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા તેમજ વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ–રાજગીર સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

‘જમીન ભૂલી જાવ, ધાબા પર દોડો’! શું આવી રીતે ગુજરાત જીતશે ઓલિમ્પિક મેડલ? ‘સ્પોર્ટ્સનું ગળું ઘોંટતો’ તઘલખી નિર્ણય
- ટ્રેન નંબર 09441/09442 અમદાવાદ–રાજગીર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન [કુલ 4 ફેરા]
- ટ્રેન નંબર 09441 અમદાવાદ–રાજગીર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર બુધવારે અમદાવાદથી રાત્રે 23:55 કલાકે ઉપડશે અને શુક્રવારે સવારે 06:55 કલાકે રાજગીર પહોંચશે.
- આ ટ્રેન 04 અને 11 નવેમ્બર, 2026ના રોજ દોડશે.
- તેવી જ રીતે, ટ્રેન નંબર 09442 રાજગીર–અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાજગીરથી સવારે 09:55 કલાકે ઉપડશે અને શનિવારે સાંજે 18:35 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન * 06 અને 13 નવેમ્બર, 2026ના રોજ દોડશે.
આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડોન સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, સુબેદારગંજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર શરીફ અને નાલંદા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે.
ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે।
