Wednesday, November 4, 2026
HomeGujaratભારતીય ડાક સેવાના વર્ષ 2001 બેચના વરિષ્ઠ અધિકારી કૃષ્ણ કુમાર યાદવ બન્યા...

ભારતીય ડાક સેવાના વર્ષ 2001 બેચના વરિષ્ઠ અધિકારી કૃષ્ણ કુમાર યાદવ બન્યા ગુજરાતના પ્રથમ પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ), ગુજરાતમાં પોસ્ટલ લોજિસ્ટિક્સને મળશે નવી ગતિ

Date:

Related stories

4 અને 11 નવેમ્બરના રોજ અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ...

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન...

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ....

તારીખ : ૦૩-૧૧-૨૦૨૬: આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના...

નિતી અને ઈમાનદાર ને કારણે વસુધાની દિવાળી સુધરી ગઈ!

દિવાળીનો તહેવાર સાવ નજીક છે, અને ધનવાનો ને તો...

નેપાળ હેલિકોપ્ટર અકસ્માતમાં જાન ગુમાવનાર ભારતીય વ્યક્તિના મૃતદેહની વહેલી...

નવી દિલ્હી, નવે. 3 ભારતે મંગળવારએ નેપાળમાં બે હેલિકોપ્ટર...

અમદાવાદ મંડળ પર 30 નવેમ્બર સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર...

આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ...

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની...

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર 2026માં વાણિજ્યિક તેમજ...

03 NOV 2026 : ભારતીય ડાક સેવાના વર્ષ 2001 બેચના વરિષ્ઠ અધિકારી શ્રી કૃષ્ણ કુમાર યાદવે 1 નવેમ્બર, 2026થી ગુજરાત પરિમંડળના નવસર્જિત પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ) તરીકેનો કાર્યભાર સંભાળ્યો. પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ)નું મુખ્ય ધ્યાન મેઇલ્સ, પાર્સલ અને આંતરરાષ્ટ્રીય મેઇલ્સ પર રહેશે. તે મુજબ ગુજરાતમાં સ્થિત તમામ રેલવે મેઇલ સર્વિસ ઓફિસો, ફોરેન પોસ્ટ ઓફિસ, મેઇલ મોટર સર્વિસ તથા પરિવહન સેવાઓ તેમના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્યરત રહેશે. નવસર્જિત પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ)ની કચેરી સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ ખાતે કાર્યરત થશે. શ્રી કૃષ્ણ કુમાર યાદવ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ તરીકેની તેમની વર્તમાન જવાબદારી ઉપરાંત પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ)નો વધારાનો કાર્યભાર પણ સંભાળશે. આ પ્રસંગે પ્રવર રેલવે મેલ સેવાના પ્રવર અધિક્ષક શ્રી પિયુષ રાજક, સહાયક નિદેશક (લોજિસ્ટિક્સ) શ્રી મહેશ હરન, સહાયક નિદેશક (મેઇલ્સ, પાર્સલ અને આંતરરાષ્ટ્રીય મેઇલ) શ્રી ડી. એચ. તપસ્વી સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રી યાદવનું સ્વાગત કર્યું હતું.

  • ગુજરાતમાં મેઇલ્સ, પાર્સલ, આંતરરાષ્ટ્રીય મેલ અને તેની પરિવહન સેવાઓને મળશે નવી ગતિ – પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ) કૃષ્ણ કુમાર યાદવ.
  • પદભાર સંભાળતાં જ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે લોજિસ્ટિક્સ રીજનના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી નવી જવાબદારીઓ, કાર્યપ્રણાલી અને ભાવિ કાર્યયોજના અંગે ચર્ચા કરી.
  • પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ) એ ડાક સેવાઓના સુચારુ સંચાલન, મેઇલ્સ અને પાર્સલના સમયબદ્ધ પ્રોસેસિંગ તથા પરિવહન વ્યવસ્થામાં સંકલન પર ભાર મૂક્યો.
    પોસ્ટેડ ઓન: 03 NOV 2026 8:02PM by PIB Ahmedabad

આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે લોજિસ્ટિક્સ રીજનના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી નવી જવાબદારીઓ, કાર્યપ્રણાલી તથા ભાવિ કાર્યયોજના અંગે ચર્ચા કરી હતી. તેમણે લોજિસ્ટિક્સ સેવાઓના સુચારુ સંચાલન, મેઇલ્સ અને પાર્સલના સમયબદ્ધ પ્રોસેસિંગ તથા પરિવહન વ્યવસ્થામાં અસરકારક સંકલનને મુખ્ય પ્રાથમિકતાઓ તરીકે રેખાંકિત કર્યા હતા. તેમણે અધિકારીઓને બદલાતી વ્યાપારી જરૂરિયાતોને અનુરૂપ કાર્ય કરવા, કાર્યક્ષમતા વધારવા તથા ગ્રાહકોને વધુ સારી, વિશ્વસનીય અને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવા પર વિશેષ ધ્યાન આપવાના નિર્દેશ આપ્યા હતા.

નોંધનીય છે કે ભારતીય ડાક સેવાના વરિષ્ઠ અધિકારી શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાની વહીવટી કારકિર્દીની શરૂઆત 22 જુલાઈ, 2003ના રોજ ગુજરાતમાં સુરત ડાક મંડળના પ્રવર અધિક્ષક ડાકઘર તરીકે કરી હતી. પોતાના સેવાકાળ દરમિયાન તેમણે સુરત, લખનઉ, કાનપુર, અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ, પ્રયાગરાજ, જોધપુર અને વારાણસી સહિત દેશના વિવિધ પ્રદેશોમાં અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર કાર્ય કર્યું છે. હાલમાં પોસ્ટમાસ્ટર જનરલ, ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર તરીકે કાર્યરત શ્રી કૃષ્ણ કુમાર યાદવની તાજેતરમાં ‘બ્યુરોક્રેટ્સ ઑફ ઇન્ડિયા’ દ્વારા ‘ટોપ 25 ચેન્જમેકર્સ ઑફ 2025’ માં પણ પસંદગી કરવામાં આવી છે. વિવિધ ભૌગોલિક વિસ્તારો અને વહીવટી એકમોમાં તેમના વ્યાપક અનુભવથી ગુજરાતમાં ડાક સેવાઓના આધુનિકીકરણ, લોજિસ્ટિક્સ નેટવર્કના સુદૃઢીકરણ તથા ગ્રાહકકેન્દ્રિત સેવાઓને નવી દિશા અને ગતિ મળશે.

આ પ્રસંગે સહાયક ડાક અધિક્ષક શ્રી કશ્યપ રોય, શ્રી રિઝવાન શેખ, શ્રી આર. ટી. પરમાર, શ્રી જગદીશ જીડ, શ્રી પરાગ વાસનિક, શ્રી એસ. એન. ઘોરી, ડાક નિરીક્ષક શ્રી દક્ષેશ ચૌહાણ, શ્રી વી. કે. પ્રજાપતિ, શ્રી આસિત કુમાર, શ્રી મયંક મીના, શ્રી યોગેન્દ્ર રાઠોડ, હેડ રેકોર્ડ ઓફિસર શ્રી એચ. જે. મન્સૂરી, પોસ્ટમાસ્ટર ફોરેન પોસ્ટ ઓફિસ સુશ્રી હેતલબેન ભટ્ટ સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

4 અને 11 નવેમ્બરના રોજ અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ...

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન...

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ....

તારીખ : ૦૩-૧૧-૨૦૨૬: આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના...

નિતી અને ઈમાનદાર ને કારણે વસુધાની દિવાળી સુધરી ગઈ!

દિવાળીનો તહેવાર સાવ નજીક છે, અને ધનવાનો ને તો...

નેપાળ હેલિકોપ્ટર અકસ્માતમાં જાન ગુમાવનાર ભારતીય વ્યક્તિના મૃતદેહની વહેલી...

નવી દિલ્હી, નવે. 3 ભારતે મંગળવારએ નેપાળમાં બે હેલિકોપ્ટર...

અમદાવાદ મંડળ પર 30 નવેમ્બર સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર...

આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ...

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની...

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર 2026માં વાણિજ્યિક તેમજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here