નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક કંપની હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL) એ આજે તેની આગામી ઓલ ન્યૂ ઇલેક્ટ્રિક એસયુવી ના અધિકૃત નામ તરીકે ‘હોન્ડા આલ્ફા’ ની જાહેરાત કરી છે. આ જાહેરાત ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી તરફની કંપનીની સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન (મહત્વનો તબક્કો) દર્શાવે છે. ગ્રીક મૂળાક્ષરના પ્રથમ અક્ષર પરથીલેવાયેલું ‘હોન્ડા આલ્ફા’ નામ ગ્રાહકોના જીવનમાં એક નવી શરૂઆતનું પ્રતિક તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ આગામી મોડેલ કંપનીની મેડ ઈન ઈન્ડિયા પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી હશે, જે આવતા મહિનાની શરૂઆતમાં ભારતમાં તેનો ગ્લોબલ ડેબ્યૂ કરવા માટે નિર્ધારિત છે.

નવી દિલ્હી 2026: આ ઘોષણા અંગે વાત કરતા હોન્ડા કાર્સ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી તોશિયુકી યાનાગીસાવાએ જણાવ્યું હતું કે, “અમારી આગામી ઇલેક્ટ્રિક એસયુવી ના અધિકૃત નામ તરીકે ‘હોન્ડા આલ્ફા’ની જાહેરાત કરતા અમને ખૂબ જ આનંદ થાય છે. હોન્ડા આલ્ફા એ અમારા ભારતના ગ્રાહકો સુધી અત્યાધુનિક ઇલેક્ટ્રિક મોબિલિટી પહોંચાડવાની અમારી મહાત્વાકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે, સાથે જ હોન્ડા જેની માટે જાણીતી છે તે ગુણવત્તા, વિશ્વસનીયતા અને ડ્રાઇવિંગનો આનંદ પણ પૂરો પાડે છે.” તેમણે ઉમેર્યું હતું કે, “ભવિષ્યમાં ભારત આ મોડેલ માટે ગ્લોબલ પ્રોડક્શન બેઝ તરીકે સેવા આપશે, જે હોન્ડાની ઇલેક્ટ્રિફિકેશન ક્ષેત્રની સફરમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને ભારતીય બજાર પ્રત્યેની અમારી મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે આ રોમાંચક નવી ઓફરિંગ સાથે ભારતમાં હોન્ડા માટે એક નવા અધ્યાયની શરૂઆત કરવા આતુર છીએ.”

જાપાન મોબિલિટી શો 2025 માં સૌપ્રથમ કન્સેપ્ટ પ્રોટોટાઇપ તરીકે દર્શાવવામાં આવેલ ‘હોન્ડા આલ્ફા’, હોન્ડાના એવા વિઝનનું પ્રતિનિધિત્વ કરે છે જે એડવાન્સ્ડ ટેકનોલોજી, નવીન અને ફ્યુચ્યુરિસ્ટિક ડિઝાઇન તથા ડ્રાઇવિંગના આનંદને એકસાથે જોડે છે. આ મોડેલને એક એવી એસયુવી તરીકે વિકસાવવામાં આવ્યું છે જે શહેરી અને કુદરતી બંને વાતાવરણ સાથે સુંદર રીતે ભળી જશે અને દરેક પરિસ્થિતિમાં લોકોના જીવનને સપોર્ટ કરશે. Hહોન્ડા આલ્ફા લોન્ચ કરનાર ભારત પ્રથમ બજાર બનશે અને આ દેશમાં તેનું ગ્લોબલ ડેબ્યૂ ભારતીય બજાર પ્રત્યે હોન્ડાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા તેમજ ભારતીય ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો, પસંદગીઓ અને આકાંક્ષાઓ સાથે મેળ ખાતા નવીન ઉત્પાદનો લાવવા પરના તેના
ફોકસને રેખાંકિત કરે છે.
હોન્ડાના નવા ‘H’ માર્કનો પરિચય
હોન્ડા આલ્ફા (Honda ALPHA) ની જાહેરાત સાથે જ, હોન્ડાના ગ્લોબલ ઓટોમોબાઈલ બિઝનેસ માટે અપનાવવામાં આવેલા નવા ‘H’ માર્કનો
હોન્ડા કાર્સ ઈન્ડિયાના સત્તાવાર સંચારમાં પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.

હોન્ડાના ઓટોમોબાઈલ બિઝનેસનું પ્રતિનિધિત્વ કરતો નવો ‘H’ માર્ક
વર્ષ 1963માં હોન્ડા ઓટોમોબાઈલ્સના પ્રતીક તરીકે પ્રથમ વખત અપનાવવામાં આવ્યા પછી, સમયાંતરે અનેક ડિઝાઈન ફેરફારોમાંથી પસાર થવા છતાં, ‘H’ માર્કનો ઉપયોગ હંમેશા હોન્ડાના ઓટોમોબાઈલ ઉત્પાદનો અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો છે. કંપનીમાં આવી રહેલા પરિવર્તન તેમજ હોન્ડાની મૂળ ઓળખથી પણ આગળ વધીને સતત નવા પડકારો અને પ્રગતિને હાંસલ કરવાના કોર્પોરેટ અભિગમને વ્યક્ત કરવા માટે હોન્ડાએ આ ‘H’ માર્ક ડિઝાઈનને નવું સ્વરૂપ આપ્યું છે. ભારતમાં હોન્ડા આલ્ફા પ્રથમ એવું મોડેલ બનશે જેમાં આ નવો ‘H’ માર્ક લગાવવામાં આવશે.
