રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા મંદિરમાં શનિવાર, તા. ૦૭ નવેમ્બર, કાળી ચૌદસના પાવન અવસરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મંદિરના સંસ્થાપક ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યા અનુસાર કાર્યક્રમ અંતર્ગત
- સાંજે ૪:૦૦ વાગ્યે હવન,
- સાંજે ૬:૧૫ વાગ્યે હવનની પૂર્ણાહુતિ,
- સાંજે ૬:૪૫ વાગ્યે મહાઆરતી તથા
- સાંજે ૭:૦૦ વાગ્યે પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભારતનું ચોથું એવું દિવ્ય મંદિર છે, જ્યાં હનુમાનજી વિશ્રામ અવસ્થામાં બિરાજમાન છે. શ્રી નીબ કરૌરી બાબાના આશીર્વાદથી બે વર્ષ પૂર્વે આ મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

શ્રી નીબ કરૌરી બાબાના આશીર્વાદથી આ મંદિર ધીમે ધીમે લોકોની શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે. આ પાવન અવસરે તમામ ભક્તોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા તથા બાબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.
