Friday, November 6, 2026
Homefestivalમહાલક્ષ્મીનાં એક સ્વરૂપને ચતુરા કહેવામાં આવે છે, માટે ચતુરાઈ છોડી એને શરણે...

મહાલક્ષ્મીનાં એક સ્વરૂપને ચતુરા કહેવામાં આવે છે, માટે ચતુરાઈ છોડી એને શરણે જવું.

Date:

Related stories

દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રી સુવિધાઓ અને ભીડ...

અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ, સુરક્ષા...

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન...

અમદાવાદ, ૫ નવેમ્બર, ૨૦૨૬: અમદાવાદમાં છેલ્લા એક દાયકા કરતાં...

ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે...

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે...

ભારતમાં પેકેજ્ડ ખાદ્ય તેલ (એડિબલ ઓઇલ) ક્ષેત્રે અગ્રણી બ્રાન્ડે...

અમદાવાદ, 05 નવેમ્બર, 2026: 1912થી શરૂ થયેલા સમૃદ્ધ વારસા...

કાળી ચૌદસ નિમિત્તે રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન નીબ...

રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા...

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

આમ તો હમણાં મિશ્ર તિથિ ચાલે છે, પણ આજે સૌ આસો વદ તેરસ એટલે કે ધન તેરસ કરવાનાં છે. વિશ્વ આખામાં હવે લોકો અતૃપ્તિનાં એક માનસિક રોગથી પીડાતાં હોય, એમ વિશ્વ આખું આજે પૂર્ણ આર્થિક મંદીનાં તનાવ સાથે જીવી રહ્યું છે, એટલે સૌ સાથે મળી આ વખતે આ ધન તેરસનો તહેવાર ધનની તરસ છોડી ઉજવીએ. આમ પણ મહાલક્ષ્મીનાં એક સ્વરૂપને ચતુરા કહેવામાં આવે છે, તો એ સામેવાળાની ચતુરાઈને પહેલા પકડી પાડે છે, માટે કહેવાતી સ્માર્ટ નેસ ત્યજી એને શરણે જવું, તો અવશ્ય સુખ શાંતિ બની રહેશે. સામાન્ય રીતે દિવાળીનાં તહેવાર અગિયારસથી શરૂ થાય છે,રમા એકાદશી,વાક્ બારસ ને ધન તેરસ, કાળી ચૌદસ તથા દિવાળી અને, બેસતું વર્ષ કે નવું વર્ષ, ત્યાર બાદ ભાઈબીજ, સુધી ઉજવાય છે. વેપારીઓ દીવાળી એ ચોપડા પૂજન કરી પછી લાભ પાંચમ સુધી રજા રાખે છે, અને એ દિવસ પણ સારો દિવસ છે,તેઓ તે દિવસથી પાછાં પોતાનાં ધંધા શરું કરે છે. મુખ્યત્વે પાંચ દિવસ એટલે કે ધનતેરસ કાળીચૌદશ દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ આ પાંચ દિવસો બધાં જ લોકો દિવાળીનાં તહેવાર તરીકે ઉજવે છે.

ધનતેરસને દિવસે ધનની પૂજાનું બહુ જ મહત્વ છે, અને કહેવાય છે કે આ દિવસે ધનની પૂજા કરવાથી તેર ગણું ધન-ધાન્ય વધે છે. સમુદ્ર મંથનમાં ભગવાન ધન્વંતરિ હાથમાં કળશ લઈને બહાર આવ્યાં, એ દિવસે આસો વદ તેરસ હતી. એટલે તેના નામ પરથી ધન્વંતરિ જયંતી અથવા ધનતેરસ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે. સ્વસ્થ આયુષ્ય પ્રદાન કરવા માટે ભગવાન ધન્વંતરિ આ કળશ લઈને અવતર્યા હતાં, અને તે કળશ લઈને આવ્યાં હોવાથી આજના દિવસે સુવર્ણ અને પિત્તળની ધાતુની ખરીદી કરવાનું પણ મહત્વ છે. ઉપરાંત એક બીજી લોકવાયકા એવી પણ છે, કે ભગવાન વિષ્ણુ દ્વારા લક્ષ્મીજી શાપિત થાય છે, અને તેમને 13 વર્ષ સુધી કોઈ ભૂમિ પુત્ર એટલે કે ખેડૂતને ઘરે રહેવાનું હોય છે. લક્ષ્મીજી જે ભૂમિપુત્રને ત્યાં રહ્યાં હતાં, તેનાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે, અને સમય અવધિ પૂરી થતાં ભગવાન વિષ્ણુએ તેમને તેડવા માટે આવે છે, ત્યારે તે ખેડૂત લક્ષ્મીજીને પોતાના ઘરે રોકાઇ જવાં આગ્રહ કે વિનંતી કરે છે,તે દિવસ પણ આસો વદ તેરસનો દિવસ હતો, અને લક્ષ્મીજી એવું કહે છે, કે આ દિવસે જે કોઈ પોતાના આંગણામાં દીવા મૂકીને મારું પૂજન કરશે, તેને ત્યાં કાયમ મારો વાસ રહેશે. ત્રીજી એક લોકવાયકા એવી છે,કે અસુરોના રાજા બલીનો ત્રાસ વધી જતાં, દેવતાઓની વિનંતીથી ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે બલિને ત્યાં ભિક્ષા માંગવા જાય છે, અસુરોના ગુરુ શુક્રાચાર્યને ભગવાન વિષ્ણુની આ ચાલ વિશે જાણકારી મળી જાય છે, અને તે રાજા બલિને ખૂબ જ સમજાવે છે, કે ભગવાન વિષ્ણુ તને પાઈમાલ કરી દેવા માટે આવ્યા છે, પણ રાજા એ વાત માનતા નથી, અને વામન સ્વરૂપે આવેલાં ભગવાનને ત્રણ ડગલાં પૃથ્વી આપવાં માટે કટિબદ્ધ થાય છે, ત્યારે શુક્રાચાર્ય લઘુ સ્વરૂપ ધારણ કરી અને કમંડળમાં સમાય જાય છે. જેથી કરીને સંકલ્પ કરવાં માટેનું જળ કમંડળ માંથી નીકળતું નથી. દર્ભના તણખલાંના આગળનાં કડક ભાગથી ભગવાન વિષ્ણુ કમંડળને ખોતરે છે, જેથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી જાય છે, અને આમ ભગવાન વિષ્ણુ પોતાની ચાલમાં કામયાબ બને છે, અને અસુરોના ત્રાસમાંથી દેવતાઓ મુક્ત થાય છે, એટલે પણ આ દિવસને ઉજવવામાં આવે છે.

 આપણે ત્યાં આદ્ય શક્તિનાં મુખ્ય ત્રણ અધિષ્ઠાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, અને મહાલક્ષ્મી, મહાસરસ્વતી, અને મહાકાલી, એમાં ધન-ધાન્ય કે એશ્વર્ય માટે મહાલક્ષ્મી મુખ્ય દેવી માનવામાં આવે છે. પરંતુ ધનતેરસને દિવસે જ મહાલક્ષ્મીનું પૂજન શું કામ? એવો કોઈ પ્રશ્ન થાય તો ક્ષીર સાગરમાંથી આસો વદ તેરસને દિવસે મહાલક્ષ્મી હાથમાં ચરુ લઈને પ્રગટ થયા હતા, અને તેથી એ દિવસે ધનની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત સમુદ્ર મંથન વખતે પણ સમુદ્રમાંથી મહાલક્ષ્મીનું હાથમાં અમૃત કુંભ સાથે બહાર આવ્યા હતાં, એટલે એ રીતે પણ મહાલક્ષ્મીના પ્રાગટ્ય દિવસને ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે.

   ધનની પૂજામાં સામાન્ય રીતે જુનાં નવાં ચલણના સિક્કાઓ, સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓ, હીરા, માણેક, વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પૂજનવિધીમાં આ ધનના સિક્કાને દૂધ પાણી વડે ધોઈ અને કે પૂજન વિધિ સંપન્ન કરવામાં આવે છે.ધોવાનો મતલબ એ થાય કે, અમે લક્ષ્મીને દાન-ધર્મ કરીને સાફ સુથરી રાખીશું, અથવા તો અનીતિની કમાણી નહીં કરીએ, પણ જ્યાં સીધી આવકનો સ્ત્રોત હશે, એ જ ધનને કમાણી રૂપે અર્જિત કરીશું. આપણે આપણી આવક પૂરેપૂરી ખર્ચાઈ જાય નહીં, ત્યાં સુધી આ સચ્ચાઈનો એટલે કે દાન ધર્મનો માર્ગ મુકવાનો નથી. ધનનો એક સીધોસાદો અર્થ એટલે રૂપિયા પૈસા, અને એ જીવન જીવવા માટે બહુ જ અનિવાર્ય છે. આમ પણ અત્યારે સૌને ધનવાન થવું છે, ગુણવાન થવા માટેની કોઈ શિબિર, કે એવું કંઈ યોજવામાં આવે, તો કદાચ એમાં એટલી સંખ્યા ન થાય, પરંતુ અહીં આટલા રૂપિયાનાં આટલા રૂપિયા કરી દેવામાં આવે છે, એવી કોઈ જાહેરાત સાંભળવા મળે, તો ત્યાં માણસોનાં ઢગલે ઢગલા જોવા મળે છે. અને વાત પણ સાચી છે, આ મોંઘવારીના જમાનામાં ધન વગર તો કેમ ચાલે!! પરંતુ આજથી ઘણાં વર્ષો પૂર્વેનો ઇતિહાસ જોઇએ, તો ધનવાન કોને કહેવાતું!! જેના આંગણામાં ઘણી બધી ગાય હોય, પોતાનું ઘર તથા ખેતર હોય, ઘરમાં ચાર દીકરા હોય, એકાદ-બે સંસ્કારી દીકરીઓ હોય, આંગણાનાં તુલસીક્યારા ને ઉંબર પુજતી વહું હોય, જેના ઘરે રોજ અતિથિનો પાટલો પડતો હોય, તથા નિત્ય ઠાકોરજીની સેવા પૂજા થતી હોય, અને આખો પરિવાર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય, તથા હસી ખુશીથી ઘરના વહેવારો ચાલતાં હોય, આવા વ્યક્તિને એટલે કે ગુણવાન ને ધનવાન કહેવાતાં.

મિત્રો દિવાળીના તહેવાર શરૂ થઇ ગયા છે અને જેમ ઘર સાફ કરીને ચોખ્ખું કર્યું છે, એ જ રીતે અંતર મન પણ ચોખ્ખું કરવાનું છે, અને અંદરનાં પૂર્વાગ્રહ કે હઠાગ્રહ મુક્ત થઇ, અને જે સંબંધોમાં રોષ કે રીસ હોય, ત્યાં સામેથી જઈ અને દિવાળીની વધાઇ આપી તહેવાર ઉજવીએ, આવતીકાલ અહીં કોઈની નિશ્ચિત નથી, અને અહિંથી કંઈ જ આપણે સાથે લઈ જઈ શકવાનાં નથી. આ બંને સત્ય યાદ રાખીને આપણે ન હોઈએ, ત્યારે પણ લોકો આપણને પ્રેમપૂર્વક યાદ રાખે, એ રીતના મધુર વ્યવહાર અન્ય સાથે આ દિવાળીમાં બાંધવા કટિબદ્ધ બનીએ. આ ઉપરાંત બધાં મિત્રોને ધન તેરસના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ સૌના જીવન આવી જ રીતે સદાય ધન-ધાન્ય અને ગુણથી ભરેલા રહે, અને સૌનું જીવન કાયમ ઝગમગતા દીવડા જેવું તેજસ્વી અને ખુશહાલ બને,તેમજ ખણકતા રુપિયા જેવી ખણકતી ખુશીનું હાસ્ય સૌનાં મુખ પર સદાય ચમકતું રહે.જય શ્રી રામ.

 ભાવના ભાટી (અમદાવાદ)

દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રી સુવિધાઓ અને ભીડ...

અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ, સુરક્ષા...

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન...

અમદાવાદ, ૫ નવેમ્બર, ૨૦૨૬: અમદાવાદમાં છેલ્લા એક દાયકા કરતાં...

ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે...

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે...

ભારતમાં પેકેજ્ડ ખાદ્ય તેલ (એડિબલ ઓઇલ) ક્ષેત્રે અગ્રણી બ્રાન્ડે...

અમદાવાદ, 05 નવેમ્બર, 2026: 1912થી શરૂ થયેલા સમૃદ્ધ વારસા...

કાળી ચૌદસ નિમિત્તે રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન નીબ...

રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા...

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here