Thursday, November 5, 2026
HomeAhmedabadભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે JITO મહિલા પાંખના...

ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે JITO મહિલા પાંખના સભ્યો અને મહિલા ઉદ્યોગસાહસિકો સાથે SIR અંગે સંવાદ યોજતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

Date:

Related stories

ભારતમાં પેકેજ્ડ ખાદ્ય તેલ (એડિબલ ઓઇલ) ક્ષેત્રે અગ્રણી બ્રાન્ડે...

અમદાવાદ, 05 નવેમ્બર, 2026: 1912થી શરૂ થયેલા સમૃદ્ધ વારસા...

કાળી ચૌદસ નિમિત્તે રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન નીબ...

રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા...

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, મતદારયાદીનું શુદ્ધિકરણ, ચોકસાઈ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવતા પાયાવિહોણા આક્ષેપો અને ભ્રામક પ્રચારનો તથ્યો સાથે જવાબ આપવા ભાજપા દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

  • મતદારયાદીની શુદ્ધતા અને વિશ્વસનીયતા જાળવવામાં SIR ની ભૂમિકા તેમજ આ SIR અંગે ફેલાવવામાં આવતી ગેરસમજણો અંગે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિસ્તૃત સંવાદ કર્યો

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, મતદારયાદીનું શુદ્ધિકરણ, ચોકસાઈ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવતા પાયાવિહોણા આક્ષેપો અને ભ્રામક પ્રચારનો તથ્યો સાથે જવાબ આપવા ભાજપા દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે JITO મહિલા પાંખના સભ્યો તથા સંસ્થા સાથે સંકળાયેલી મહિલા ઉદ્યોગસાહસિકો સાથે મુલાકાત કરી ચુંટણી પંચની SIR પ્રક્રિયા અંગે સંવાદ કર્યો હતો. આ સંવાદ કાર્યક્રમમાં SIR શા માટે જરૂરી છે, મતદારયાદીની શુદ્ધતા અને વિશ્વસનીયતા જાળવવામાં SIR ની ભૂમિકા તેમજ આ SIR અંગે ફેલાવવામાં આવતી ગેરસમજણોથી કેવી રીતે દૂર રહેવું તે સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ SIR પ્રક્રિયા પાછળના હેતુ અને તેની લોકતાંત્રિક આવશ્યકતા અંગે સૌને માહિતગાર કર્યા હતા. સાથે જ સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને SIR અંગેની સાચી માહિતી જન જન સુધી પહોંચાડવા સક્રિય ભૂમિકા ભજવવા વિનમ્ર અપીલ કરી હતી.

સંવાદ દરમિયાન ઉપસ્થિત JITO મહિલા પાંખના સભ્યો અને મહિલા ઉદ્યોગસાહસિકોએ SIR પ્રક્રિયા અંગે પોતાના વિચારો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. લોકશાહીની મજબૂતી માટે શુદ્ધ મતદારયાદી અને દરેક પાત્ર નાગરિકનો મતાધિકાર સુરક્ષિત રહે તે અનિવાર્ય હોવા અંગે સૌએ સહમતિ દર્શાવી હતી.

‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત ભાજપા દ્વારા સમાજના વિવિધ વર્ગો અને વિશિષ્ટ નાગરિકો સાથે સંવાદ સાધીને SIR અંગેની હકીકતો લોકો સમક્ષ મૂકવા અને વિપક્ષના ભ્રામક પ્રચારનો જવાબ આપવા જનજાગૃતિની કામગીરીને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. આજના આ સંવાદ કાર્યક્રમમાં અમદાવાદ શહેર ભાજપા અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, ડે. મેયર અંજુબેન શાહ, અ. મ્યુ. કો.ના રોડ અને બિલ્ડીંગ સમિતિના ચેરમેન શ્રી જૈનિકભાઈ વકીલ તથા JITO મહિલા વિંગના પદાધિકારીઓ સહિત મહિલા ઉધોગસાહસિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ભારતમાં પેકેજ્ડ ખાદ્ય તેલ (એડિબલ ઓઇલ) ક્ષેત્રે અગ્રણી બ્રાન્ડે...

અમદાવાદ, 05 નવેમ્બર, 2026: 1912થી શરૂ થયેલા સમૃદ્ધ વારસા...

કાળી ચૌદસ નિમિત્તે રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન નીબ...

રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા...

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here