Thursday, November 5, 2026
HomeGujaratAhmedabadભારતમાં પેકેજ્ડ ખાદ્ય તેલ (એડિબલ ઓઇલ) ક્ષેત્રે અગ્રણી બ્રાન્ડે પોતાના 114 વર્ષ...

ભારતમાં પેકેજ્ડ ખાદ્ય તેલ (એડિબલ ઓઇલ) ક્ષેત્રે અગ્રણી બ્રાન્ડે પોતાના 114 વર્ષ જૂના વારસા અને અનુપમ ખેરની બહુમુખી અભિનય ક્ષમતાને એકસાથે લાવીને બ્રાન્ડની નવી સફરનો પ્રારંભ કર્યો છે.

Date:

Related stories

કાળી ચૌદસ નિમિત્તે રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન નીબ...

રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા...

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

અમદાવાદ, 05 નવેમ્બર, 2026: 1912થી શરૂ થયેલા સમૃદ્ધ વારસા સાથે ભારતના પેકેજ્ડ એડિબલ ઓઇલ ક્ષેત્રે પાયોનિયર રહેલી હાથી એડિબલ ઓઇલે જાણીતા અભિનેતા અનુપમ ખેરની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. આ જોડાણ 114 વર્ષનો વારસો ધરાવતી બ્રાન્ડ અને કૌટુંબિક નાટકો, કૉમેડી તેમજ ગંભીર સિનેમા દ્વારા પેઢીઓથી દર્શકો સાથે જોડાયેલા કલાકારને એકમંચ પર લાવે છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય હાથી બ્રાન્ડની છબીને વધુ મજબૂત કરવાનો અને તેની ઓળખને આધુનિક સ્પર્શ આપવાનો છે.

આ ભાગીદારી વિશે વાત કરતા બી. પી. ઓઇલ મિલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભરત ભગતે જણાવ્યું હતું કે: “હાથી 114 વર્ષથી વધુ સમયથી નિર્માણ થયેલા વારસાનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેની પ્રોડક્ટ્સ ભારતીય ઘરોની દૈનિક રસોઈ પરંપરાનો એક ભાગ બની ગઈ છે. ભવિષ્ય તરફ નજર કરતા, અમારું ધ્યાન ગ્રાહકોની બદલાતી પસંદગીઓને ધ્યાનમાં રાખીને બ્રાન્ડનો વિકાસ કરવાની સાથે આ વારસાને વધુ મજબૂત કરવા પર છે. અનુપમ ખેરની વૈવિધ્યસભર ક્ષમતા અને દર્શકો સાથેનું તેમનું કાયમી જોડાણ આ સફરમાં તેમને એક સક્ષમ ભાગીદાર બનાવે છે. અમે આ જોડાણને હાથીની બ્રાન્ડ વેલ્યુ વધારવા અને તેની વાર્તાને વધુ ગ્રાહકો સુધી પહોંચાડવાની તક તરીકે જોઈએ છીએ.”

બી. પી. ઓઇલ મિલ્સ લિમિટેડના ડિરેક્ટર અનિરુદ્ધ ભગતે ઉમેર્યું હતું કે: “અમારું ધ્યાન અમારા સમગ્ર એડિબલ ઓઇલ પોર્ટફોલિયો દ્વારા ગ્રાહકોની સેવા ચાલુ રાખવાની સાથે હાથી માટે એક મજબૂત અને આધુનિક ઓળખ બનાવવા પર છે. નવું પેકેજિંગ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, અને અનુપમ ખેર સાથેનું જોડાણ અમને બ્રાન્ડની સફરને વધુ અસરકારક રીતે રજૂ કરવાની તક આપે છે. અમે અમારા FMCG પોર્ટફોલિયોનો વિસ્તાર કરવા અને સમય જતાં બિઝનેસને નવી કેટેગરીઝમાં લઈ જવાની તકો પણ ચકાસી રહ્યા છીએ.”હાથી એ ‘બી. પી. ઓઇલ મિલ્સ લિમિટેડ’ની મુખ્ય બ્રાન્ડ છે. તેના પોર્ટફોલિયોમાં રાયડ, સિંગતેલ અને સોયાબીન તેલનો સમાવેશ થાય છે, જેમાં ‘કચ્છી ઘાણી મસ્ટર્ડ ઓઇલ’ તેની ફ્લેગશિપ પ્રોડક્ટ છે. આ જોડાણ ત્રણેય તેલ શ્રેણીઓમાં નવા પેકેજિંગના લોન્ચિંગ સાથે કરવામાં આવ્યું છે, જે પ્રોડક્ટની ગુણવત્તા જાળવી રાખીને બ્રાન્ડના વિઝ્યુઅલ લુકને નવું અને આકર્ષક રૂપ આપે છે.

હાથીની પ્રોડક્ટ્સ સમગ્ર ભારતમાં 2.5 લાખથી વધુ રિટેલર્સ, 4,500થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ-ડીલર્સ અને 25થી વધુ કંપનીની માલિકીના ડેપોના વિશાળ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ છે. આ સિવાય એમેઝોન, ફ્લિપકાર્ટ, બ્લિંકિટ, બિગ બાસ્કેટ અને ઝેપ્ટો જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ બ્રાન્ડ ઉપલબ્ધ છે. હાલમાં રૂ.1,000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી BPOM આગામી વર્ષમાં 35-40% વૃદ્ધિનું લક્ષ્ય ધરાવે છે. કંપની પોતાના FMCG પોર્ટફોલિયોને અન્ય નવી પ્રોડક્ટ કેટેગરીઝમાં વિસ્તારવાની તકો પણ શોધી રહી છે.

અનુપમ ખેરની બહુમુખી પ્રતિભા અને ભારતીય પ્રેક્ષકો સાથેનું તેમનું મજબૂત જોડાણ બ્રાન્ડ માટે ખૂબ જ યોગ્ સાબિત થાય છે. આ ભાગીદારીનો હેતુ હાથીના વારસાને નવી પેઢીના ગ્રાહકોની વધુ નજીક લાવવાનો અને તેને પરિવાર તેમજ રોજીંદા રસોઈની પરંપરાઓ સાથે વધુ દ્રઢ કરવાનો છે.આ જોડાણ હાથી બ્રાન્ડના મુખ્ય સૂત્ર, “હાથી ઓઇલ, સ્વાદ જો ઘર લે આયે” પર પણ નવો પ્રકાશ પાડશે, જેમાં નવું પેકેજિંગ બ્રાન્ડના આધુનિક દ્રષ્ટિકોણને દર્શાવે છે.

કાળી ચૌદસ નિમિત્તે રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન નીબ...

રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા...

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here