અમદાવાદ, ૫ નવેમ્બર, ૨૦૨૬: અમદાવાદમાં છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી ચાલી આવતી સેવાકીય પરંપરાને આ વર્ષે પણ જાળવી રાખીને, અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન (AFPA) દ્વારા સંયુક્ત રીતે દિવાળીના તહેવારોની રજાઓ દરમિયાન તેમની વાર્ષિક “ડોક્ટર ઓન કોલ” સામાજિક સેવા પહેલની આજરોજ જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ, ૫ નવેમ્બર, ૨૦૨૬: ડોકટર ઓન કોલ સેવાઓ તા. 7 નવેમ્બર થી તા. 13 નવેમ્બર 2026 સુધી ઉપલબ્ધ રહેશે. વાર્ષિક “ડોક્ટર ઓન કોલ” સામાજિક સેવા પહેલની આજરોજ જાહેરાત કરવામાં આવી છે. તહેવારોની રજાઓમાં જ્યારે નિયમિત ક્લિનિક્સ રજાના સમયપત્રક મુજબ બંધ અથવા મર્યાદિત હોય, ત્યારે પણ અમદાવાદ શહેરના તમામ નાગરિકોને સતત આસાનીથી સુલભ તબીબી સારવાર અને ઇમરજન્સી માર્ગદર્શન મળી રહે તે આ પહેલનો મુખ્ય હેતુ છે.
સેવાની મુખ્ય વિશેષતાઓ:
- નિઃશુલ્ક પ્રાથમિક તબીબી માર્ગદર્શન: આ સેવા અંતર્ગત નિયુક્ત પ્રાથમિક કોઓર્ડિનેટર્સ શહેરીજનોના કોલ્સ સ્વીકારશે, તાત્કાલિક તબીબી સલાહ આપશે અને વિના મૂલ્યે મૂળભૂત માર્ગદર્શન પૂરું પાડશે.
- નિષ્ણાત તબીબી (સ્પેશિયાલિસ્ટ) રેફરલ સપોર્ટ: જો કોઈ દર્દીને વધુ સારવાર અથવા કટોકટીની સ્થિતિમાં નિષ્ણાત તબીબની કે સારવારની જરૂર હોય, ત્યાં પ્રાથમિક કોઓર્ડિનેટર્સ દ્વારા યોગ્ય તબીબી નિષ્ણાતો સાથે ઝડપથી સંપર્ક કરાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
નિયુક્ત પ્રાથમિક કોઓર્ડિનેશન ટીમ:
- ડો. ધીરેન મહેતા: 9898854158
- ડો. અશ્વિન શાહ: 9824038816
- ડો. સુનીલ પટેલ: 9879225294
- ડો. જ્યોતિન્દ્ર મહેતા: 9825039653
- ડો. પાર્થ પટેલ: 9924119778
