Tuesday, November 17, 2026
HomeGujaratમાનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન વધાર્યું

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન વધાર્યું

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યની...

દ્વારકા, 14 નવેમ્બર, 2026: પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી કેદારનાથ સુધીની...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ પહેલ; ટીમે 9 દિવ્યાંગ પશુઓના કૃત્રિમ અંગો બનાવવા.માપ લેવા મહેમદાવાદ સુધી 250 કિલોમીટરનો પ્રવાસ કર્યો. મહેમદાવાદ, અકસ્માતના કારણે પોતાનું અંગ ગુમાવેલા લોકોને મોડ્યુલર આર્ટિફિશિયલ અંગ આપવામાં સૌથી મોખરે નારાયણ સેવા સંસ્થાને હવે દિવ્યાંગ ગાયો અને ગાયોની પ્રજાતિઓના સેવા કરવાનું કામ ઉપાડ્યું છે.

મહેમદાવાદ :- અકસ્માતના કારણે પોતાનું અંગ ગુમાવેલા લોકોને મોડ્યુલર આર્ટિફિશિયલ અંગ આપવામાં સૌથી મોખરે નારાયણ સેવા સંસ્થાને હવે દિવ્યાંગ ગાયો અને ગાયોની પ્રજાતિઓના સેવા કરવાનું કામ ઉપાડ્યું છે. આ રીતે પશુઓ પ્રત્યે કરુણા અને દયા માટે અનુકરણીય માપદંડો સ્થાપિત કર્યા છે. આ પહેલ સંસ્થાના સમર્પણનો શાનદાર પુરાવો છે.જે માનવસેવાથી આગળ વધીને અબોલ પશુઓ માટે સંવેદનાને પણ શામેલ કરે છે.

ગુજરાતના મહેમદાવાદમાં સ્થાપિત યુવા સ્વરાજ ફાઉન્ડેશને નારાયણ સેવા સંસ્થાનને 15 દિવ્યાંગ ગાયો અને ગાયની પ્રજાતિઓના પશુઓ માટે કૃત્રિમ અંગ આપવાની વિનંતી કરી હતી. તેના જવાબમાં સંસ્થાનના પ્રોસ્થેટિક્સ અને

ઓર્થોટિક્સ વિભાગની એક ઓનલાઇ ઓપીડી મારફતે પ્રારંભિક તપાસ કરી હતી. સ્થિતિ વિશે જાણકારી મળતા સંસ્થાના પ્રમુખ પ્રશાંત અગ્રવાલે જરૂરિયાત અને કરુણાની ભાવનાને સમજીને તાત્કાલિક ચાર નિષ્ણાતોની ટીમને એક એમ્બ્યુલન્સ સાથે મહેમદાવાદ મોકલી હતી, જે ઉદેપુરથી આશરે 250 કિલોમીટરના અંતર પર છે. યુવા સ્વરાજ ફાઉન્ડેશન પહોંચતા ટીમે પૂનમ, સરસ્વતી, સુહાની, રુપા, કિસાન, ખટરાજ, કલ્કિ મહારાજ, રુદ્ર અને મોહન નામના 9 દિવ્યાંગ ગાય અને બળદની સારી રીતે તપાસ કરી હતી અને તેમના કૃત્રિમ અંગોનું ઉચિત માપ લીધું હતું. આ પ્રક્રિયા આશરે આઠ કલાકમાં પૂર્ણ થઈ હતી.

ઉદેપુર પહોંચીને પોતાની ટીમ સાથે આ નિષ્ણાતોએ વાત કરી હતી. ત્યાર બાદ પ્રમુખ પ્રશાંત અગ્રવાલે ભારપૂર્વક આ અબોલ પશુઓ માટે કૃત્રિમ અંગ બનાવવાની કામગીરી ટેકનિકલ કામગીરી ન ગણીને કરુણા અને સંવેદના સાથેની એક કટિબદ્ધતા ગણાવી હતી. દરેક મોડ્યુલર “નારાયણન અંગ”ને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરીને બહુ ધ્યાનપૂર્વક બનાવવામાં આવશે. તેમણે ટીમને ખાતરી કરવાનં કહ્યું હતું કે, અંગોને દરેક ગાય અને બળદની ખાસ

શારીરિક બનાવટ અને વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સટિકતા સાથે બનાવવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, એકવાર મોડ્યુલર પ્રોસ્થેટિક અંગો તૈયાર થઈ જાય પછી ટીમ આગામી દિવસોમાં મહેમદાવાદ પરત ફરશે. એક ખાસ કેમ્પનું ત્યાં આયોજન થશે, જેમાં તમામ પસંદગીના પશુઓ માટે કૃત્રિમ અંગ ફિટ કરવામાં આવશે. પશુઓને તેમના નવા અંગો સાથે સુવિધાજનક રીતે ચાલવામાં મદદ કરવા જરૂરી તાલીમ પણ મળશે.

સંસ્થા આ પહેલ મારફતે એ સંદેશ આપવા ઇચ્છે છે કે, કરુણાની કોઈ મર્યાદા હોતી નથી. જ્યારે સેવાની ભાવના હૃદયપૂર્વક હોય છે, ત્યારે તેમાં સંવેદના જોડાય છે અને માનવતા આગળ વધીને એ અબોલ પશુ સુધી પહોંચે છે, જેઓ તેમનું દુઃખ શબ્દોમાં બયાન કરી શકતા નથી.

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યની...

દ્વારકા, 14 નવેમ્બર, 2026: પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી કેદારનાથ સુધીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here