મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ આ પ્લાન નિવૃત્તિ સંબંધિત બે મુખ્ય નાણાકીય જોખમો: દીર્ઘાયુષ્ય અને મોંઘવારીને પહોંચી વળવામાટે આજીવન ગેરંટીડ આવક સાથે ઇન્ડેક્સ-લિંક્ડ ગ્રોથને જોડે છે.

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (“કોટક લાઇફ”) એ કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે.આ રિટાયરમેન્ટ સોલ્યુશન NIFTY 50 ઇન્ડેક્સ સાથે જોડાયેલી વૃદ્ધિની સંભાવના સાથે આજીવન ગેરંટીડ આવક પ્રદાન કરે છે. તે ગ્રાહકોને દીર્ઘાયુષ્ય સાથે સંબંધિત નાણાકીય જોખમોનો સામનો કરવામાં, મોંઘવારીની અસર ઘટાડવામાં અને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
પીયૂષ ત્રિવેદી, ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર, કોટક લાઇફે જણાવ્યું કે, “2050 સુધીમાં ભારતની 60 અને તેથી વધુ વયની વસ્તી 347 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે*. તે જ સમયે, નિવૃત્તિની વ્યાખ્યા બદલાઈ રહી છે. લોકો આજે તેમના જીવનના ઉત્તરાર્ધમાં સક્રિય રહેવા, નવી રુચિઓ કેળવવા અને વધુ નાણાકીય સ્વતંત્રતા માણવાની ઈચ્છા રાખે છે. આ બદલાવ એવા નિવૃત્તિ સોલ્યુશન્સની માંગ કરે છે જે નિશ્ચિતતા અને મોંઘવારી સામે લાંબા ગાળાનું રક્ષણ બંને પ્રદાન કરે. કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન આ બદલાવને પ્રતિબિંબિત કરે છે અને નવીન તથા ગ્રાહક-કેન્દ્રિત રિટાયરમેન્ટ સોલ્યુશન્સ દ્વારા ભારતીય ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પૂરી કરવા માટે
ડિઝાઇન કરવામાં આવ્યો છે.”
ભારતમાં આયુષ્યમાં સતત વધારો જોવા મળી રહ્યો છે; આથી, બચત ખૂટી ગયા પછી પણ જીવિત રહેવાની શક્યતા એ નિવૃત્તિ માટેની વધતી ચિંતા છે. 40થી 59 વર્ષની વયના લોકો માટે પણ નિવૃત્તિનું આયોજન વધુ પ્રાથમિકતા બની રહ્યું છે. ઘણા લોકો પાસે તેમને જરૂરી નિવૃત્તિ ભંડોળની વાજબી સમજ હોય છે, પરંતુ આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેઓએ પૂરતી બચત એકઠી કરી ન પણ હોય.પરિણામે, એવા હાઇબ્રિડ સોલ્યુશન્સની માંગ વધી રહી છે જે આવકની નિશ્ચિતતા અને સમય જતાં ખરીદશક્તિ જાળવી રાખવાની સંભાવના બંને પ્રદાન કરે છે.

કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન ઇન્ડેક્સ લિંક્ડ ગ્રોથની સંભાવના સાથે આજીવન ગેરંટીડ એન્યુઇટી આવકની નિશ્ચિતતાને જોડીને નિવૃત્તિની આ બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન શરૂઆતમાં ગેરંટીડ એન્યુઇટી રેટ્સ, મૃત્યુ પર પ્રીમિયમ પરત અને ઊંચા એન્યુઇટી દરો દ્વારા લાંબા ડિફરમેન્ટ સમયગાળાનો લાભ મેળવવાની સુગમતા પ્રદાન કરે છે.
NIFTY 50 ઇન્ડેક્સની લાંબા ગાળાની વૃદ્ધિ ક્ષમતાનો લાભ લેવાની તક સાથે, આ પ્લાનનો હેતુ આજીવન ગેરંટીડ આવકની સુરક્ષા માણવાની સાથે વધતા ખર્ચાઓ સામે તાલ મિલાવવામાં મદદ કરવાનો છે. પ્રોડક્ટની વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો www.kotaklife.com
મુખ્ય વિશેષતાઓ:
આજીવન એન્યુઇટી આવક | ફિક્સ્ડ એન્યુઇટી અને NIFTY 50 સાથે જોડાયેલ વેરિએબલ એન્યુઇટીની પસંદગી | એન્યુઇટી આવક સંચય અને ઉપાડ| ઉચ્ચ પ્રીમિયમ બેન્ડ માટે ઊંચા એન્યુઇટી દરો| હેપ્પીયુ પ્લેટફોર્મ દ્વારા આરોગ્ય અને સુખાકારી સેવાઓનો લાભ
કોટક મહિન્દ્રા લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિશે
કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ કોટક મહિન્દ્રા બેંક લિમિટેડની 100% માલિકીની પેટાકંપની છે. કોટક લાઇફ ઉચ્ચ ગ્રાહક સહાનુભૂતિ સાથે વિશ્વ-સ્તરીય ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. તેના પ્રોડક્ટ સ્યુટમાં પ્રોટેક્શન અને લોન્ગ ટર્મ સેવિંગ્સની સંયુક્ત ક્ષમતાનો ઉપયોગ થાય છે. કોટક લાઇફ ભારતની સૌથી ઝડપથી વિકસતી ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક છે જેની 31 મી માર્ચ 2026 સુધીમાં 163 શહેરોમાં ^372 શાખાઓ છે અને તેણે ~5 કરોડથી વધુ જીવનને આવરી લીધા છે$.
