પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 26 નવેમ્બર, 2026ના રોજ 77મો બંધારણ દિવસ ઉત્સાહ, સન્માન અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશે મંડળ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરાવ્યું તેમજ બંધારણના આદર્શો અને મૂલ્યો પ્રત્યે નિષ્ઠા રાખવાના શપથ લેવડાવી હતી.

આ પ્રસંગે ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતને એક સંપૂર્ણ પ્રભુત્વ-સંપન્ન, સમાજવાદી, પંથનિરપેક્ષ અને લોકશાહી ગણરાજ્ય બનાવવાની તથા તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા સુનિશ્ચિત કરવાના સંકલ્પનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. સાથે જ, વ્યક્તિની ગરિમા તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરતી બંધુતાને પ્રોત્સાહન આપવાના બંધારણીય મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે અપર મંડળ રેલવે મેનેજર શ્રીમતી મંજુ મીણા, અપર મંડળ રેલવે મેનેજર શ્રી વિકાસ ગઢવાલ, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સિદ્ધાર્થ સહિત મંડળના તમામ શાખા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
