મુંબઇ,તા. ૨૬
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આટલી મોટી વયમાં પણ સોશિયલ મિડિયા પર ખુબ સક્રિય રહે છે. તેમનુ કહેવુ છે કે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને પોતે જ હેન્ડલ કરે છે. અમિતાભ પોતે હિન્દી અને અન્ય ભાષામાં પ્રભુત્વ ધરાવે છે. જાણકાર લોકો કહે છે કે અમિતાભ અન્ય સેલિબ્રિટીની જેમ આગળ વધતા નથી. જેથી તેમની માહિતી હમેંશા લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે. વ્યક્તગત રીતે અમિતાભે આ વાત પહેલા પણ કરી છે. કોઇ અન્ય પાસેથી કોઇ પોસ્ટ કરાવતા નથી. અમિતાભ અંગે આ રસપ્રદ બાબત હવે સપાટી પર આવી છે. ૭૪ વર્ષીય અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યુ છે કે વ્યÂક્તગત ધ્યાન અને દેખરેખ કરતા વધારે સારા કોઇ વિકલ્પ હોઇ શકે નહી. અમિતાભ બચ્ચને હસતા હસતા કહ્યુ છે કે કેટલાક લોકો આશ્ચર્ય કરે છે અને પ્રશ્ન કરે છે કે સોશિયલ મિડિયા સાથે સંબંધિત ગતિવિધી માટે કેટલા લોકો રાખેલા છે. પરંતુ આ પ્રશ્ન વારંવાર કરવામાં આવ્યા બાદ તેઓ કહેવા માંગે છે કે સોશિયલ મીડિયા પર તેઓ પોતે જ પોસ્ટ કરે છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને પોતે જ હેન્ડલ પણ કરે છે. આ સંબંધમાં સ્પષ્ટીકરણના સબંધમાં પુછવામાં આવતા અમિતાભ બચ્ચને કહ્યુ હતુ કે સામાન્ય લોકોમાં આને લઇને કેટલીક બાબતો સપાટી પર આવી રહી હતી. અમિતાભ બચ્ચન આજ પણ બોલિવુડના સૌથી વધારે વ્યસ્ત સ્ટાર પૈકી છે તેમની પાસે હજુ પણ અનેક ફિલ્મો હાથમાં છે. હાલમાં અમિતાભ બચ્ચન દ્વારા રજૂ કરવામાં આવતા કોન બનેગા કરોડપતિ નામના સૌથી લોકપ્રિય કાર્યક્રમના કારણે અમિતાભની લોકપ્રિયતા યુવા પેઢીમાં પણ સતત વધી રહી છે.