અમદાવાદ, તા.૨૯
માત્ર પાંચ વર્ષની ટૂંકાગાળાની સફરમાં શાઓમીએ ભારતમાં બહુ મોટુ માર્કેટ સર કર્યું છે. શાઓમી ઇન્ડયા આઇડીસી મોબાઇલ ફોન ટ્રેકરના રિપોર્ટ મુજબ, કયુ૩ – ૨૦૧૭થી નંબર વન સ્માર્ટ ફોન કંપની બની રહી છે પરંતુ હવે શાઓમી ઇન્ડયા આઇડીસી વર્લ્ડવાઇડ ક્વાર્ટરલી ટ્રેકરના રિપોર્ટ અનુસાર, કયુ૩ -૨૦૧૮થી સ્માર્ટ ટીવી બ્રાન્ડમાં પણ નંબર વન બની વધુ એક સિધ્ધ હાંસલ કરી છે. આ સાથે જ ભારતની નંબર વન સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બ્રાન્ડ શાઓમીએ તાજેતરમાં લોન્ચ કરેલા રેડમિ કે ૨૦ સિરીઝના સ્માર્ટફોન્સ – રેડમિ કે ૨૦ અને રેડમિ કે ૨૦ પ્રોને અદ્ભુત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. શાઓમીએ શહેરમાં સૌપ્રથમ વખત ૨ વર્ષની વોરંટી સાથેના લોન્ચર કરેલા રેડમિ ૭એ ને પણ જારદાર પ્રતિસાદ મળી રહ્યો છે. એમઆઇ દ્વારા દેશમાં મોબાઇલની દુનિયામાં સૌપ્રથમવાર હાઇટેક, મલ્ટપલ અને આકર્ષક અદ્ભુત ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે તેથી તે મોબાઇલપ્રેમીઓમાં ખાસ કરીને યંગસ્ટર્સમાં બહુ લોકપ્રિય બની રહેશે એમ શાઓમી ઇન્ડિયાના કેટેગરી અને ઓનલાઇન સેલ્સના વડા રઘુ રેડ્ડીએ જણાવ્યું હતું. તેમણે નવા સ્માર્ટફોન્સના આકર્ષક ફિચર્સ વિશે જણાવ્યું હતું કે, રેડમિ કે ૨૦ સિરીઝમાં ૧૬.૨ સેમી (૬.૩૯) ૧૦.૫.૯ ફુલ એચડી પ્લસ એમોલીડ હોરાઇઝન ડીસ્પ્લે, ૨૦ એમપી પોપ-અપ સેલ્ફી કેમેરો અને અતુલ્ય ૯૧.૯ ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો પણ હાંસલ કરે છે. હોરાઇઝન એમોલીડ ડીસ્પ્લે ૭મી જનરેશન ઇન-ડીસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવે છે અને બન્ને ફોન ર્કોનિંગિં ગોરિલા ગ્લાસ ૫ (આગળ અને પાછળ)થી રક્ષિત છે. રેડમિ કે ૨૦ પ્રો સૌપ્રથમ ઓક્ટા કેર ક્વાલકોમ સ્નેપડ્રેગનન ૮૫૫ ચિપસેટ ૨.૮૪જીએચઝેડ સુધી ધરાવે છે જે આગવી કામગીરી ઓફર કરે છે. રેડમિ કે ૨૦ ૨.૨જીએચઝેડ સુધી તદ્દન નવા ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગનન ૭૩૦ પ્રોસેસર ધરાવતા હોવાથી આ સેગમેન્ટમાં નવીન કામગીરી લાવે છે. રેડમિ કે ૨૦ અને કે ૨૦ પ્રો એ પહેલા પ્રથમ ફોન્સ છે જેમાં પોપ અપ સેલ્ફી કેમેરાની આસપાસ એડ-લિટ મોડ્યૂલનો સમાવેશ થાય છે. રેડમિ કે ૨૦ સિરીઝ એઆઇ ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં ૪૮ એમપી મુખ્ય કેમરા, ૮એમપી ટેલિફોટો અને ૧૩ એમપી વાઇડ-એંગલનો સમાવેશ થાય છે. તે વિશાળ ૪,૦૦૦ એમએએચ બેટરી, યુએસબી ટાઇપ-સી પોર્ટ, ૩.૫એમએમ હેડફોન જેક અને ૨૭ વોટ સોનિકચાર્જ સપોર્ટથી સજ્જ છે. શાઓમી ઇન્ડિયાના કેટેગરી અને ઓનલાઇન સેલ્સના વડા રઘુ રેડ્ડીએ ઉમેર્યું કે, રેડમિ ૭એ રેડમિ ૬એ સામે એકંદરે સંપૂર્ણપણે અપગ્રેડ ધરાવે છે. તેમાં શક્તિશાળી ક્વાલકોમિં સ્નેપડ્રેગનટીએમ ૪૩૯ ચિપસેટનો સમાવેશ થાય છે.