મુંબઈ, તા. ૬
કોર્પોરેટ જગત, શેરબજાર, ઓટો સેક્ટરમાં જેની રાહ જાવામાં આવી રહી છે તે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. વ્યાજદરમાં ઘટાડો થશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની Âસ્થતિ બનેલી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આરબીઆઈ દ્વારા રેટમાં ફરીથી ઘટાડો કરવામાં આવશે. વ્યાજદરમાં સતત ત્રીજી વખત ઘટાડો કરવામાં આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારામન જુદા જુદા સેક્ટરોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી ચુક્યા છે. મળેલી માહિતી મુજબ વ્યાજદરમાં નજીવો ઘટાડો કરવામાં આવી શકે છે. ૨૫ બેઝિક પોઇન્ટના ઘટાડાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાના ઇરાદા સાથે આમા ઘટાડો કરવામાં આવશે. આર્થિક વિકાસને વેગ આપવાનો પણ હેતુ રહેલો છે. મૂળભૂત ઇન્ટીગ્રેટર્સ દર્શાવે છે કે, મોનિટરી પોલિસીને હળવી કરવામાં આવશે. કોર ઇન્ડસ્ટ્રીમાં પ્રોડ્ક્શન ડેટા જૂન મહિનામાં ઘટી ગયા છે. બે વર્ષથી પણ વધુ સમયગાળામાં સૌથી વધુ ઘટાડો પ્રોડક્શનમાં રહ્યો છે. ઓટો સેક્ટરમાં કોઇપણ તેજી જાવા મળી રહી નથી. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ પર ઇન્કમટેક્સ સરચાર્જની બજેટની જાહેરાત કરવામાં આવ્યા બાદથી વિદેશી રોકાણકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમના દ્વારા તીવ્ર વેચવાલી હાથ ધરવામાં આવી છે. આરબીઆઈ હવે પોલિસી રેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી આર્થિક વૃદ્ધિદરને તીવ્ર કરવાની તૈયારી કરવામાં આવી છે. ધિરાણના દર ઘટાડવામાં આવશે તો લોન વધારે સસ્તી થઇ શકે છે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં સતત ત્રણ વખત જૂન મહિનામાં ૭૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી દીધો છે. વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનાના માત્ર બે કારોબારી સેશનમાં જ ૨૮૮૧ કરોડ રૂપિયા ાછા ખેંચી લીધા છે. આ પહેલા એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૯૮૫.૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. વિદેશી મૂડીરોકાણકારો વેચવાલીના મૂડમાં અકબંધ રહ્યા છે. સ્થાનિકની સાથે સાથે વૈશ્વિક પરિબળો આના માટે જવાબદાર રહ્યા છે. અલબત્ત આ વર્ષે આરબીઆઈ દ્વારા રેટમાં ત્રણ વખત ઘટાડો કર્યો હોવા છતાં મોટાભાગની બેંકો દ્વારા આનો લાભ કસ્ટમરોને આપ્યો નથી. રિઝર્વ બેંક ફરી પોલિસી રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. રેપોરેટમાં સતત ઘટાડો કરવામાં આવ્યા બાદ ૭૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો ઓક્ટોબર ૨૦૧૮ બાદથી થઇ ચુક્યો છે.