Tuesday, July 21, 2026
HomeGujaratAhmedabadજસ્મિન દવેના ચિત્રોનું અમદાવાદમાં પ્રદર્શન

જસ્મિન દવેના ચિત્રોનું અમદાવાદમાં પ્રદર્શન

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

અમદાવાદ, તા.૮
અમદાવાદમાં કલાકાર જસ્મિન દવે દ્વારા રચાયેલા ચિત્રોનું પ્રદર્શન ગુજરાત યુનિવર્સીટી નજીક આવેલી અમદાવાદની ગુફામાં યોજાયું છે. આ એક્ઝિબિશનનું ઉદઘાટન જાણીતા ચિત્રકાર નટુભાઈ મિસ્ત્રીએ કર્યું હતું. આ એક્ઝિબિશનમાં જસ્મીનભાઈએ નેચરને એક અનોખી રીતે એક્રેલીક રંગની મદદથી કેનવાસ અને પેપર પર ઉતાર્યું છે, જેમાં એક થીમ જોઈએ તો પંચમહાભૂતમાંથી જેમ તમામ વસ્તુઓ બનતી હોય છે તેમ શરીર પણ આ જ તત્વોનુ બનેલુ છે. મનુષ્ય પણ આ પરમ તત્વની સાથે જોડાયેલો છે એ જ નજર અને એ જ વાતાવરણ તેમના ચિત્રોમાં જોવા મળી રહ્યું છે. જાણીતા ચિત્ર કલાકાર જÂસ્મન દવે દ્વારા તેમના આ અનોખા ચિત્ર પ્રદર્શન મારફતે સામાજિક સંદેશો આપવાનો પણ પ્રયાસ કરાયો છે. જેમ શરીર પાંચ તત્વોનું બનેલું છે તેમ તેને પણ ફ્રેમમા બાંધવાને બદલે તેના પ્રેમમાં બંધાઈને તેમણે પીંછીથી કંડારીને તમારી સામે મૂક્યું છે.

શરીરના મૂલાધારથી સહસ્ત્રાર સુધીની યોગની સાત ચક્રોની યાત્રા પણ આ એક્ઝિબિશનમાં ઉડીને આખે વળગે છે. જસ્મીનભાઈને સને ૨૦૧૭માં ગંગધારા ટાઇટલ અને રાજ્ય સરકારના લલિતકલા એવોર્ડ પણ મળ્યો છે. થોડા સમય અગાઉ ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા અમદાવાદના કલાકારોનું સન્માન કર્યું હતું. તેમાં જસ્મીનભાઈનું બહુમાન કરાયું હતું અને તાજેતરમાં ૨૦૧૯ના રોજ સોમનાથ ખાતે અન્ય કલાકારો સાથે સોમનાથ દાદાની નિશ્રામાં ચિત્રોનુ સર્જન પણ કર્યું હતું. કલાગુણ તેમજ કળાની સાચી સમજ લલિત કલાના અનેક છુપા કલાકારોમાં ધરબાયેલી પડેલી જ હોય છે. વ્યવસાય કે નોકરીની જવાબદારીઓ વચ્ચે સમયના અભાવે ક્લાસર્જનમા ઘણીવાર ઓટ આવતી હોય, એમ છતાં અંદરનો ઘૂઘવાટ તેને કંઈક કરી છૂટવા પ્રેરણા આપતો જ રહેતો હોય છે. માહિતી ખાતાના પ્રકાશનમાં તેમજ અન્ય પ્રોજેકટમાં કલા નિર્દેશક તરીકે સેવા બજાવતા બજાવતા અંદરના કલાકારને જસ્મીન દવેએ જીવંત રાખ્યો છે. તેનું પ્રતિબિંબ મંગળવારથી શરૂ થયેલા તેમના એકલ પ્રદર્શનમા પડી રહ્યુ છે. જસ્મીનભાઈ એ આ પ્રદર્શન માટે મિત્રો-સ્નેહીઓ અને પરિવારના તમામ સભ્યોનો રંગોની દુનિયામાં પાછો લાવવા બદલ, સતત પ્રોત્સાહન આપવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here