સાંધાનો વા યુવા મહિલામાં વધુ પ્રમાણમાં જાવા મળે છે

0
29

પ્રત્યેક ૨૦૦૧ વ્યક્ત સાંધાના વાથી પીડિત છે
અમદાવાદ, તા.૮
સાંધાનો વા (રુમેટોઈડ આર્થ્રાઈટિસ) હઠીલો સ્વયંપ્રતિરક્ષા રોગ છે, જે શરીરના સાંધાઓને હાનિ પહોંચાડે છે. તે સાંધાની અસ્તપ પેશીઓમાં દાહક સોજો પેદા કરે છે અને ફેફસાં, હૃદય તથા કિડની સહિત શરીરના અન્ય અવયવ તંત્રોને પણ અસર કરે છે. જો દાહક સોજાનો ઉપચાર નહીં કરવામાં આવે અને નિદાન નહીં થાય તો તે અસરગ્રસ્ત સાંધાઓ અને અન્ય ટિશ્યુઓને કાયમી હાનિ પહોંચાડી શકે છે. અમદાવાદમા સાંધાનો વાના પ્રભાવ પર બોલતાં ડો. પૂજા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સાંધાનો વા આપણા સમાજમાં દરેક ૨૦૦એ એક વ્યક્તિ સાંધાનો વાથી પીડિત છે. એકંદરે સાંધાનો વા જેવા સ્વયંપ્રતિરક્ષા રોગોના પ્રવાહમાં વધારો થઈ રહ્યો છે. આનું કારણ પર્યાવરણીય પ્રદૂષણમાં વધારો અને જીવનશૈલીમાં બદલાવ હોઈ શકે છે. વધુ એક કારણ આ રોગ માટે વધતી જનજાગૃતિ અને બહેતર ઉપચારની સુવિધાઓ છે, જે આ ક્ષેત્રમાં વ્યાપક નવા સંશોધનના પરિણામ તરીકે આવી છે. આ મહત્વના વિષય અંગે ડો.પૂજા શ્રી વાસ્તવે વધુમાં જણાવ્યું કે, વાના લક્ષણો સામાન્ય રીતે સવારના સમયે મહત્તમ દર્દ સાથે સંકળાયેલા હાથ અને પગના નાના સાંધામાં દર્દ અને અક્કડપણું મહેસૂસ થવા સાથે શરૂ થાય છે. સાંધાના દર્દ સાથે દરદી સામાન્ય રીતે થાક અને કમજોરી પણ મહેસૂસ કરી શકે છે. સાંધાનો વાનું અચૂક કારણ હજુ જ્ઞાત નથી, પરંતુ અમુક જોખમનાં પરિબળો સીધા જ વંશગત પૂર્વસન્મુખ નાગરિકોમાં સાંધાનો વા વિકસાવવાની શક્યતામાં વધારો કરે છે. જીન્સ, વધતી ઉંમર અને સ્ત્રી લિંગ જેવાં અમુક પરિબળો બિન- સુધાર્યક્ષમ જોખમનાં પરિબળો છે. અન્ય પર્યાવરણીય જોખમનાં પરિબળોમાં સ્થૂળતા અને ધૂમ્રપાનથી પણ સાંધાનો વા પ્રેરિત થઈ શકે છે. સાંધાનો વા પ્રેરિત કરતાં પર્યાવરણીય પરિબળો વિશે પુછાતાં ડો. પૂજાએ ઉમેર્યું હતું કે, આપણે બધા જાણીએ છીએ કે ધૂમ્રપાન ખરાબ છે અને કેન્સર, હૃદય અને ફેફસાના રોગના જોખમમાં વધારો કરે છે. જોકે દરદીઓને ધૂમ્રપાન છોડી દેવા માટે આ કારણો પૂરતાં નથી. નવા સંશોધનમાં વધુ પુરાવા બહાર આવ્યા છે. તાજેતરની આંકડાવારી બતાવે છે કે ધૂમ્રપાન હાડકાં, સાંધા અને તેને લગતા ટિશ્યુઓ માટે પણ હાનિકારક છે. વ્યક્તિને આર્થ્રાઈટિસનું ગમે તે સ્વરૂપ લાગુ થયું હોય તો પણ ધૂમ્રપાનથી સાંધાનો વા વધુ કથળે છે અને દવાઓની અસરને પણ ઓછી કરે છે. આથી જ ધૂમ્રપાન છોડી દેવાથી સાંધા અને મણકા પર ધૂમ્રપાનની અસરો ઓછી કરવામાં મદદ થવા સાથે હૃદય અને ફેફસાંનું પણ રક્ષણ થાય છે. ૫૦ ટકાથી વધુ દરદીઓમાં દીર્ઘ વિલંબ પછી સાંધાનો વા હોવાનું નિદાન થાય છે. વર્તમાન સર્વે અનુસાર સાંધાનો વા ભારતમાં લગભગ ૧૮ મહિનાના વિલંબ પછી નિદાન થાય છે. સાંધાનો વા સામાન્ય રીતે યુવા સ્ત્રીઓ (૨૦થી ૪૫ વર્ષ)માં જોવા મળે છે અને રોગ નોંધનીય રીતે વધુ ફળદ્રુપ જીવનનાં વર્ષોને અસર કરે છે. સાંધાનો વા મુખ્યત્વે દરદીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ પર મોટી અને માઠી અસર કરે છે. બિન- ઉપચારિત રોગ અને હઠીલા સાંધાનું દર્દ અને થાક તેમની શારીરિક પ્રવૃત્તિઓને મર્યાદિત કરે છે અને માંદગીની રજાઓ પણ ભરપૂર વધી જાય છે. આ રોગ વારંવાર માંદગીની રજાઓ અને તબીબી સંભાળ તથા દવાઓના ખર્ચ સાથે નાણાકીય બોજ પણ વધારે છે. તે દરદીના પરિવારને અપ્રત્યક્ષ રીતે અસર કરે છે.