અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં એમટીએસ બસને આજરોજ સવારે અકસ્માત નડ્યો છે. લાલ દરવાજા પાસે એમટીએસ બસ નંબર 33નું સ્ટિયરિંગ અચાનક લોક થઇ જતા અકસ્માત થયો છે. જો કે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ નહી થવાની તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
AMTS બસનું સ્ટિયરિંગ લોક થઇ જતાં બસ દિવાલમાં ઘુસી ગઇ હતી. જો કે આ બસમાં પણ કોઇ મુસાફર હતો નહીં તેના કારણે કોઇપણ જાનહાનિ થઇ નહોતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં લાલ દરવાજા ખાતે એએમટીએસ બસનું સૌથી મોટુ બસ સ્ટેન્ડ આવેલ છે.
જ્યાંથી દિવસ દરમિયાન લાખો લોકો મુસાફરી કરતા હોય છે. જો કે આ દૂર્ઘટના સવારે થઇ હોવાથી લાલ દરવાજાના બસ સ્ટેન્ડ પર ઓછી ભીડ હતી જેના કારણે એક મોટી દૂર્ઘટના ટળી ગઇ હતી. જો આ અકસ્માત પીકઅપ અવર્સ દરમિયાન થયો હોત તો કદાચ જાનહાનિ થવાની શક્યતા વધી ગઇ હોત.
જો કે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ બસનું સ્ટિયરિંગ લોક થઇ જતાં અનેક સવાલો ઉભા થયા છે. જેમ કે બસમાં કેવી રીતે સ્ટિયરિંગ લોક થઇ ગયું ? શું એએમટીએસ બસમાં સમયાંતરે સર્વિસ કરાવવામાં આવતી નથી. આ કોની બેદરકારીના કારણે અકસ્માત થયો. જો બસમાં મુસાફરો હોત તો આ કોની જવાબદારી થઇ હોત