Wednesday, July 15, 2026
HomeGujaratAhmedabadહાઇવે પર કોલસા ભરેલા ડમ્પરમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઇ

હાઇવે પર કોલસા ભરેલા ડમ્પરમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઇ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

અમદાવાદ: અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાવાડી બ્રિજ નજીક કોલસા ભરેલા ડમ્પરમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી નથી. પરંતુ હાઇવે પરનો ટ્રાફિકજામ થઇ જતા ભારે હાલાકી સર્જાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, કોલસા ભરેલું ડમ્પર સુરતથી ભરુચ તરફ આવી રહ્યું હતું ત્યારે અંકલેશ્વર નજીક આમલાવાડી બ્રિજ પર આ ડમ્પરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. ડમ્પરનો ડ્રાઇવર અને ક્લિનર જીવ બચાવવા ડમ્પરમાંથી કૂદી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો.

ડમ્પરમાં કોલસો ભરેલો હોવાથી જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં રોડ પર બિહામણા દૃશ્યો સર્જાયા હતા. રોડ પરથી પસાર થતા વાહનચાલકોએ પણ ભયના કારણે પોતપોતાના વાહનો ઊભા રાખી દીધા હતા. જેના કારણે રોડ પરનો ટ્રાફિક છ કિલોમીટર લાંબો જામ થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલીક પહોંચી જઇ આગને કાબુમાં લઇ ડમ્પરને રોડ પરથી સાઇડમાં હટાવી લઇ ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here