પાકિસ્તાન કોઈ મોટું પગલું લેવાની તૈયારીમાં છે ? મસૂદ અઝહરને પણ મુક્ત કર્યો

0
29

ઈસ્લામાબાદ, તા. 9 સપ્ટેમ્બર 2019 સોમવાર

જમ્મુ કશ્મીરના ખાસ દરજ્જાના મુદ્દે સમગ્ર વિશ્વથી એકલું પડી ગયેલું પાકિસ્તાન ભારત વિરોધી કોઇ મોટું પગલું ભરવાની વેતરણમાં હોય એવી પરિસ્થિતિ સર્જાઇ રહી હતી. બદનામ આતંકવાદી મસૂદ અઝહરને પણ પાકિસ્તાને મુક્ત કર્યો હતો અને ભારત તરફની સરહદે લશ્કરી ટુકડીઓ ખડકી દીધી હતી.

ખાસ કરીને સિયાલકોટ તરફની સરહદે લશ્કરી હિલચાલ વધુ જોવા મળી હતી. જૈશ એ મુહમ્મદના આકા ગણાતા મસૂદ અઝહરને મુક્ત કર્યો હતો જેથી એ આતંકવાદી હુમલાનું આયોજન કરી શકે. મસૂદે મુક્ત થતાંની સાથે આતંકવાદીઓ માટે નવી ગાઇડલાઇન્સ પણ જાહેર કરી હતી.

ગુ્પ્તચર ખાતાને મળેલી માહિતી મુજબ આ ગાઇડલાઇન્સની આછેરી ઝલક આ પ્રકારની છે- ભારતીય સુરક્ષા દળો પર હુમલા કરવા અને તેમના હથિયારો છીનવી લેવા, ઇન્ટરનેટ બંધ હોય તો ફોન કે મેસેજ ન કરતાં રૂબરૂ સંપર્ક સાધવો. કોઇ પણ સંજોગોમાં તમારી (આતંકવાદીની) ઓળખ છતી ન થાય એની પૂરતી કાળજી રાખવી.

કોઇ પ્રકારની ઇમર્જન્સી હોય તો રૂબરૂ સંપર્ક કરવો. તમારી જગ્યા સતત બદલતાં રહેવું. કોઇ એક સ્થળે લાંબો સમય રહેવું નહીં. જેથી આપણે ક્યાં છીએ એની ભાળ સહેલાઇથી ન મળે.

પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં પણ અલગ અલગ સ્થળે આતંકવાદી તાલીમ શિબિરો ધમધમી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 2009માં મુંબઇમાં દરિયામાર્ગે થયેલા આતંકવાદી હુમલાનું આયોજન અને સંચાલન મસૂદ અઝહરે કર્યું હતું