ટ્રાફિકના નવા નિયમ

0
27

દેશમાં ઘણી જગ્યા પર ટ્રાફિકના નવા નિયમ લાગુ થઈ ગયા છે. નવો નિયમ શરૂ કર્યા બાદ જેણે ટ્રાફિકના નિયમો તોડ્યા છે તેને વધારે પૈસાનું ચાલાન ભરવું પડ્યું છે. ઘણી જગ્યા પર ગાડીના નવા નિયમને લઈ વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સરકારની વાત માનો તો આ નવો નિયમ લોકોની સુરક્ષા માટે જ છે ન તો પૈસા વસૂલવા માટે. જાણવા મળ્યું છે કે પ્રદૂષણ શોધ કેન્દ્ર પર વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે, એવું માની શકાય કે અત્યાર સુધી લોકો પ્રદૂષણ પ્રમાણ પત્ર સાથે રાખ્યા વગર ગાડી ચલાવતા હતા. આપણામાંથી ઘણાં લોકો બીજા દેશમાં જાય છે તો બધાં નિયમ કાનૂન ફોલો કરે છે. પરંતુ આપણાં જ દેશમાં ટ્રાફિક રુલ્સને ફોલો કરતાં નથી. નવા નિયમ આપણી જ સુરક્ષા માટે છે. તેનાથી ડરવાની કે વિરોધ કરવાની કોઈ જરૂર નથી. કેટલાક લોકોએ ચાલાનથી બચવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો સહારો લેવાનું શરૂ કરી દીધું છે. અને એ વાતની તરફ ઈશારો છે કે તેમની પાસે વ્હિકલના બધા પેપર્સ નથી. મિત્રો અમે તમને વધારે પૈસા તમારા ચાલાનમાં ન કપાય તે માટે કેટલીક જરૂરી વાતો તમને જણાવીએ છીએ. જેને ફોલો કરીને તમે ટેન્શન ફ્રી વ્હિકલ ચલાવી શકશો.

-વ્હિકલના બધા પેપર્સ તમારી સાથે રાખો.
-લાયસન્સ વગર વ્હિકલ ન ચલાવો.
-ગાડીનું રજિસ્ટ્રેશન હંમેશાં તમારી સાથે રાખો.
-ગાડીની ઈન્શ્યોરન્સ પોલીસીની એક કોપી તમારી પાસે રાખો.
-વ્હિકલનું પોલ્યુશન સર્ટિફિકેટ ત્રણ મહિને નવું બનાવો.
-સ્પીડ લિમિટનું હંમેશાં ધ્યાન રાખો જેનાથી તમે પણ સુરક્ષિત રહેશો.

હેલ્મેટ વગર ટુ-વ્હિલર્સ ન ચલાવો.
-કારમાં બેઠા પછી સીટ બેલ્ટ પહેરો અને પછી ગાડી ચલાવો.
-દારૂ પીને ક્યારેય ગાડી ન ચલાવો
-18 વર્ષથી ઓછી ઉંમરના લોકો ક્યારેય વ્હિકલ ન ચલાવો.
-કોઈ પણ વ્હિકલ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરો.

સ્કૂટ બાઈક પર બેથી વધારે લોકો ન બેસો.
-હંમેશાં ટ્રાફિક નિયમોનું પૂરેપૂરું પાલન કરો.
જો તમે આ નિયમોનું હંમેશાં પાલન કરશો તો ક્યારેય તમારે સરકારના ટ્રાફિક નિયમનું ચાલાન નહીં ભરવું પડે.