કાજલ ઓઝા વૈદ્ય બાદ નીલકંઠ વર્ણી વિવાદમાં કટાર લેખક જય વસાવડાનું પણ બાપુને સમર્થન

0
35

કથાકાર મોરારિ બાપુએ છેડેલા નીલકંઠ વિવાદમાં લેખિકા કાઝલ ઓઝા વૈદ્ય બાદ હવે જાણીતા કટાર લેખક જય વસાવડા પણ બાપુના સમર્થનમાં આગળ આવ્યા છે. જય વસાવડાએ ફેસબુક પર એક પોસ્ટ લખીને મોરારિ બાપુને સમર્થન જાહેર કરવાની સાથે તેમની નીલકંઠ શિવ સાથે સરખામણી પણ કરી દીધી છે. જય વસાવડાએ શિવજી સાથે મોરારિ બાપુની સરખામણી કરતા લખ્યું કે ટીકાઓનું ઝેર બાપુ ગળામાં નીલકંઠ શિવની જેમ સ્વીકારે છે. જય વસાવડાએ મોરારિ બાપુને સમાજને તોડનારા નહીં પણ જોડનારા ગણાવ્યા. આ સાથે જ લખ્યું છે કે મોરારિ બાપુની લાગણી કોઈના દિલને દુભાવવાની જરા પણ નથી.


મોરારી બાપુના સ્વામિનારાયણ ધર્મ વિશે કરેલી વિવાદીત ટીપ્પણી બાદ સ્વામિનારાયણ ભક્તો માફીની માગ કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં યોજવામાં આવેલી માનવ ક્ષમા કથામાં મોરારી બાપુએ ક્ષમા શબ્દનો ઉલ્લેખ કર્યો. મોરારી બાપુએ પોતાના આપેલા નિવેદન અંગે તેમણે સીધી વાત તો ના કરી પરંતુ વિરોધ કરનારા લોકોને આડકતરી રીતે જવાબ આપવાનો પ્રયાસ કર્યો