હવે ઉબેરમાં પણ મંદી છવાઈ, 400થી વધુ કર્મીઓને બહાર કર્યા

0
23

બેંગલુરૂ: અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી ટેક્સી એગ્રીગેટર કંપની ઉબરની આર્થિક સ્થિતિ સારી નથી ચાલી રહી. અમેરિકામાં કંપનીની ખોટ વધતી જાય છે, જેના લીધે કંપનીએ પોતાના પ્રોડક્ટ તેમજ એન્જિનિયરિંગ ટીમથી 435 કર્મચારીઓની છટણી કરી રહી છે. બે મહિનામાં અમેરિકામાં કંપનીએ બીજી વાર છટણી કરી છે. આ અગાઉ જુલાઈમાં પણ કંપનીએ પોતાની માર્કેટિંગ ટીમમાંથી 400 કર્મચારીઓને બહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ ઉબરનો કારોબાર સારો નથી ચાલી રહ્યો.

જો કે, નાણા મંત્રી નિર્મલા સીતારમને એક નિવેદનમાં જણાવ્યું કે, ઉબેર જેવી અગ્રીગેટર ટેક્સી સેવાઓને કારણે જ કાર્સનું વેચાણ નથી થઈ રહ્યું. નિર્મલા સીતારમને કહ્યું કે, ઓટો સેક્ટર ઓટો-મોબાઈલ ઈન્ડસ્ટ્રી BS6 સ્ટાન્ડર્ડ અને મિલેનિયલ્સના માઈન્ડ સેટથી સૌથી વધુ પ્રભાવિત છે. આ વખતે કરવામાં આવેલ છટણીમાં કંપનીની અમેરિકા ઓફિસથી લગભગ 8 ટકા કર્મચારીઓને બહાર કર્યા છે. 170 લોકો પ્રોડક્ટ ટીમથી અને 356 લોકોને એન્જિનિયરિંગ ટીમથી બહાર કરવામાં આવ્યા છે.

કંપનીએ એક નિવેદનમાં આ છટણીની પુષ્ટી કરી છે. ઉબરના પ્રવક્તાએ કહ્યું કે, અમને આશા છે કે આગળ સ્થિતિમાં સુધારો થશે, અમે અમારી પ્રાથમિકતાના હિસાબે કામ કરી રહ્યા છીએ અને ઉચ્ચ પ્રદર્શનના આધારે અમે પોતાને જવાબદાર બનાવી રહ્યા છીએ.

ઉબરને આ વર્ષે મેમાં જ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરવામાં આવી છે, જો કે, આઈપીઓને સારો પ્રતિભાવ નથી મળ્યો. તેમ છતા આ અમેરિકાના પાછલા 5 વર્ષના ઈતિહાસના સૌથી મોટા આઈપીઓ હતા અને આનાથી કંપનીએ 8.1 અબજ ડોલર રકમ એકત્ર કરી હતી. જૂન ક્વાર્ટરમાં કંપનીને એક ક્વાર્ટરના સૌથી મોટા 5.2 અબજ ડોલરનું નુકશાન થયું હતું.

ભારતની વાત કરીએ તો, ગયા જૂન મહિનામાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઓલા અને ઉબરની ગ્રોથ રેટ મંદ પડી રહી છે. ત્યારે રિપોર્ટમાં જણાવાયું હતું કે, 6 મહિના દરમિયાન ઓલા અને ઉબરના ડેઈલી રાઈટ્સમાં ફક્ત 4 ટકાનો વધારો થયો છ. અગાઉ ડેઈલી રાઈટ્સ 35 લાખ હતી જે હવે લગભગ 36.5 લાખ પર છે.