અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન સેવાઓ .ટેકનિક આધારિત દેખરેખ, આધુનિક સફાઈ ઉપકરણ અને તાલીમબદ્ધ કર્મચારીઓથી યાત્રીઓને મળશે ઉત્તમ સેવા પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ યાત્રીઓને સ્વચ્છ, આરોગ્યપ્રદ, સુવિધાજનક અને આરામદાયક રેલવે યાત્રા પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરતાં અમદાવાદ મંડળ દ્વારા ટ્રેન નંબર 19483/19484 અમદાવાદ–સહરસા એક્સપ્રેસમાં 16 ઓક્ટોબર, 2026થી અપગ્રેડેડ ઑન-બોર્ડ સેવાઓ (Enhanced On-Board Services) ની શરૂઆત કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ ઑન-બોર્ડ હાઉસકીપિંગ સેવાઓ (OBHS) તેમજ લિનન વિતરણ સિસ્ટમને વધુ આધુનિક, વ્યવસ્થિત, અસરકારક અને જવાબદાર બનાવવામાં આવી છે.

આ પહેલનો મુખ્ય હેતુ યાત્રા દરમિયાન રેલવે કોચમાં ઉચ્ચ સ્તરની સ્વચ્છતા જાળવી રાખવાનો, યાત્રીઓને સમયસર સ્વચ્છ લિનન ઉપલબ્ધ કરાવવાનો તેમજ આધુનિક ટેકનોલોજી, અપગ્રેડેડ સાધનો અને પ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા સેવાની ગુણવત્તા અને યા6ઓની સંતુષ્ટિમાં સુધારો કરવાનો છે. અપગ્રેડેડ ઑન-બોર્ડ સેવાઓની મુખ્ય વિશેષતાઓ 1. ટેકનિક આધારિત દેખરેખ અને જવાબદારી : ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન વિતરણના કામોની દેખરેખ માટે એપ આધારિત મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. કર્મચારીઓની હાજરી બાયોમેટ્રિક સિસ્ટમથી નોંધવામાં આવશે. સફાઈના કામોની ખાતરી જિયો-ટેગ અને ટાઈમ-સ્ટેમ્પ યુક્ત કામ પહેલાં અને પછીની તસવીરો દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત, કેન્દ્રીકૃત કંટ્રોલ રૂમ દ્વારા ચોવીસ કલાક દેખરેખ અને સંકલનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી કામોમાં પારદર્શિતા અને જવાબદારી વધશે. 2.શૌચાલયોની સફાઈ માટે નિર્ધારિત સમયપત્રક: યાત્રીઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા માટે શૌચાલયોની સફાઈનો વિશેષ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. દરરોજ સવારે 06:00 કલાકથી 09:00 કલાક સુધી તેમજ રાત્રે 08:00 કલાકથી 10:00 કલાક સુધી દર કલાકે શૌચાલયોની સફાઈ કરવામાં આવશે. અન્ય સમયમાં દર બે કલાકના અંતરે સફાઈ સુનિશ્ચિત કરવામાં આવશે. વળી, નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ જરૂરી વપરાશી સામગ્રીની ઉપલબ્ધતા અને નિયમિત પુનઃપૂર્તિ પર ધ્યાન આપવામાં આવશે. 3.આધુનિક સાધનો દ્વારા વધુ સારી સફાઈ : કોચ અને યાત્રી સુવિધાઓની અસરકારક સફાઈ માટે પોર્ટેબલ હાઈ-પ્રેશર જેટ, વેક્યુમ ક્લીનર, સુપર એબ્ઝૉર્બન્ટ ફ્લોર મૉપર, માઈક્રોફાઈબર ક્લૉથ, સ્પ્રે ગન તથા અપહોલ્સ્ટ્રી ક્લીનિંગ બ્રશ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. આની મદદથી કોચ, શૌચાલય, વોશબેસિન, બારીઓ અને અન્ય યાત્રીઓ દ્વારા વપરાતા વિસ્તારોની સફાઈને વધુ અસરકારક બનાવવામાં આવશે. કચરાના વ્યવસ્થિત સંગ્રહ અનેિકાલ માટે જરૂરી બેગ અને સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 4. યાત્રા દરમિયાન નાના-મોટા સમારકામની સુવિધા: યાત્રીઓને થતી અસુવિધા ઘટાડવા માટે ઑન-બોર્ડ કર્મચારીઓને પાણીના લિકેજ, ફ્લશિંગ, પ્લમ્બિંગ અને અન્ય સામાન્ય યાંત્રિક સમસ્યાઓના ઉકેલ માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. આ માટે જરૂરી ટૂલ કિટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કર્મચારીઓને અગ્નિશામક યંત્રો અને અન્ય સુરક્ષા સાધનોના સંચાલનની તાલીમ પણ આપવામાં આવી છે. 5. હાઉસકીપિંગ અને લિનન વિતરણ માટે અલગ-અલગ કર્મચારીઓ: બંને સેવાઓના અસરકારક સંચાલન માટે ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન વિતરણ માટે જુદા-જુદા કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આનાથી કામોનું સ્પષ્ટ વિભાજન, સમયબદ્ધ સેવા વિતરણ તેમજ વધુ સારી જવાબદારી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. 6.અનુભવી અને તાલીમબદ્ધ કર્મચારીઓની નિમણૂંક : સેવાની ગુણવત્તા વધારવા માટે વ્યાવસાયિક સેવા પ્રદાતા એજન્સીઓ તથા તાલીમબદ્ધ કર્મચારીઓની નિમણૂંક પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. નિર્ધારિત લાયકાત, ચકાસણી અને નિર્ધારિત ગણવેશ સાથે કાર્યરત કોચ અટેન્ડન્ટ, OBHS સુપરવાઈઝર અને હાઉસકીપિંગ કર્મચારીઓને સ્વચ્છતા, લિનન વ્યવસ્થાપન, સામાન્ય જાળવણી, નાના-મોટા સમારકામ અને સુરક્ષા સંબંધિત કામોની તાલીમ આપવામાં આવી છે. 7 તમામ નોન-એસી કોચમાં લિક્વિડ સોપ: યાત્રીઓની વ્યક્તિગત સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ટ્રેનના તમામ નોન-એસી કોચમાં, જેમાં અનરિઝર્વ્ડ કોચ પણ સામેલ છે, લિક્વિડ સોપ ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે.8.પીએ સિસ્ટમ અને વાયરલેસ સંચાર સુવિધા: યાત્રીઓ સુધી જરૂરી માહિતી પહોંચાડવા અને હાઉસકીપિંગ કાર્યોના ઉત્તમ સંકલન માટે પબ્લિક એડ્રેસ (PA) સિસ્ટમ અને વાયરલેસ સંચાર સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. આના મારફતે યાત્રીઓના સ્વાગત અને કચરા સંગ્રહને લગતી પહેલેથી રેકોર્ડ કરેલી જાહેરાતો પ્રસારિત કરવામાં આવશે. 9.યાત્રીઓના અભિપ્રાય દ્વારા સેવાઓમાં સતત સુધારો: યાત્રીઓના સંતોષ અને સેવાની ગુણવત્તાની આકારણી કરવા માટે રેટિંગ અને ફીડબેક સિસ્ટમની જોગવાઈ કરવામાં આવી છે. યાત્રીઓ પાસેથી પ્રાપ્ત સૂચનો અને પ્રતિક્રિયાઓના આધારે સેવાઓની સમીક્ષા કરીને તેમાં સતત સુધારો કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
