Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadપંજાબમાં ઐતિહાસિક જીત બાદ AAPનો 'જોશ હાઇ', હવે ગુજરાત અને હિમાચલ પર...

પંજાબમાં ઐતિહાસિક જીત બાદ AAPનો ‘જોશ હાઇ’, હવે ગુજરાત અને હિમાચલ પર નજર

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અમદાવાદ: ગુરુવારે પંજાબમાં પ્રચંડ જનાદેશ સાથે જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટી નો જોશ હાઈ છે. હવે પાર્ટીની નજર સંભવિત રૂપે આ વર્ષના અંતમાં થનાર ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પર રહેશે. ખાસ વાત એ છે કે, પાર્ટી ગુજરાતમાં પહેલેથી જ પ્રચાર મોડમાં કામ કરી રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં બીજા ક્રમે આવેલી AAPએ આ વખતે 92 બેઠકો જીતી છે. જ્યારે, શાસક પક્ષ કોંગ્રેસ 18 બેઠકો પર સમેટાઇ ગયું હતું.ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, વરિષ્ઠ નેતાઓના જણાવ્યા અનુસાર, ગુજરાત અને હિમાચલ પ્રદેશ મુખ્યત્વે AAPના રડાર પર છે. પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું, “હાલમાં અમે એવું નથી કહી રહ્યા કે, અમે ગુજરાત જીતીશું. પરંતુ મોદીના પદ પર આવ્યા બાદ રાજ્યમાં કંઈક બદલાવ આવ્યો છે, જેમાં પાટીદાર આંદોલન, ઉના આંદોલન અને 2017માં કોંગ્રેસની સારી કામગીરીમાં સામે આવી છે. પરંતુ કોંગ્રેસે હાર માની લીધી છે અને આપ માટે મેદાન ખુલ્લુ મૂકી દીધું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, “આપે પહેલા જ સુરતના પટેલ બેલ્ટમાં 27 સીટો જીતીને કોંગ્રેસનું મનોબળ ભાંગ્યુ છે. સૌરાષ્ટ્ર બેલ્ટમાં પાર્ટીની શાખ મજબૂત બની છે.”ગુજરાતમાં AAP કોંગ્રેસની ખાલી પડેલી જગ્યા ભરવાનો પ્રયાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર આગામી મહિને કેજરીવાલ અને પંજાબના ભાવિ મુખ્યમંત્રી ભગવંત માન વડાપ્રધાનના ગૃહ રાજ્યમાં પહોંચીને AAPના અભિયાનને મજબૂત કરી શકે છે.દિલ્હીમાં કોંગ્રેસનો એક વોટર વર્ગ હતો, જે AAP પાસે ચાલ્યો ગયો છે. જ્યારે પણ કોંગ્રેસે પ્રમાણમાં સારું પ્રદર્શન કર્યું છે, ત્યારે તેનાથી AAPને નુકસાન થયું છે. આવી સ્થિતિમાં આપ હવે હિમાચલ પ્રદેશ તરફ મીટ માંડીને બેઠી છે, જ્યાં ગુજરાત પહેલા મતદાન થશે. પાર્ટીના એક નેતાએ જણાવ્યા અનુસાર, “પંજાબમાં જીત બીજા રાજ્યોમાં અમારા માટે દરવાજા ખોલ્યા છે. હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાં અમે એક નવી શરૂઆતની આશા રાખીએ છીએ, કારણ કે પંજાબે અમારા અભિયાનને વધુ મજબૂત અને દ્રઢ બનાવ્યું છે. જોકે, હજુ પાયાનું કામ બાકી છે. હિમાચલમાં રાજનૈતિક જ્ઞાતિ અને ક્ષેત્રીય ગણિત થોડું જટિલતા છે.”

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here