અમદાવાદ બન્યું કેસરિયું, પીએમ મોદીના રોડ શોમાં ચારેકોર ‘મોદી મોદી’ના લાગ્યા નારા

0
21
PMના રોડશોમાં સુરક્ષા માટે 4 DIG, 23 DCP, 5 હજાર 550 પોલીસનો કાફલો તહેનાત, 10 મહિના બાદ મોદી ગુજરાતમાં, ખુલ્લી થારમાં ખુશ ખુશાલ મોદીનો રોડ શો
PMના રોડશોમાં સુરક્ષા માટે 4 DIG, 23 DCP, 5 હજાર 550 પોલીસનો કાફલો તહેનાત, 10 મહિના બાદ મોદી ગુજરાતમાં, ખુલ્લી થારમાં ખુશ ખુશાલ મોદીનો રોડ શો

કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં જોવા મળે છે. પીએમ મોદી ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે. કમલમ ખાતેના કાર્યાલયમાં પ્રદેશ બેઠકમાં તેમજ સાંજે યોજાનારા પંચાયત સંમેલનમાં હાજર રહેનારા તમામ બે લાખ લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને હાજર રહેશે. સરપંચ સંમેલનમાં બે લાખ લોકો આજે કેસરી ટોપી પહેરીને હાજર રહેશે. ભાજપની કેસરી કલરની ટોપી આપવામાં આવી છે એ હવે વિધાનસભાની ચૂંટણી સુધીના ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોએ પહેરવાની રહેશે.વડાપ્રધાનના આગમનને લઈને અમદાવાદમાં ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. માત્ર ભાજપના કાર્યકરોની બસ અને ગાડીને જ જવા દેવામાં આવે છે. એરપોર્ટ જનારા મુસાફરોને ટિકિટ જોઈને જવા દેવાય છે. અન્ય લોકોને બીજા રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થયું ત્યારે તેમનો ભાવભર્યો સત્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓએ PMનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદીપ પરમાર એરપોર્ટ સર્કલ પહોંચ્યા હતા. સમગ્ર બંદોબસ્ત અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. આ પરિણામ પરથી સ્પષ્ટ છે. ગુજરાતમાં પ્રવાસને લઈ કાર્યકર્તામાં પણ જોશ છે.