મતદાનના દિવસે PM મોદી પર રોડ શોનો આરોપ, ચૂંટણી પંચે કહ્યું, લોકો જાતે જ ભેગા થયા હતા

0
12
મમતા બેનરજીએ કહ્યું હતું કે, વડાપ્રધાન અને તેમની પાર્ટી VVIP છે
રાણીપમાં હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી

અમદાવાદ : ગુજરાતમાં ગઈકાલે મતદાનનો બીજા તબક્કો હતો.આખરે બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં રાણિપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. તેઓ મતદાન કરવા માટે ચાલીને ગયા હતાં. જ્યાં મોદીને જોવા લોકોની ભીડ જામી હતી. જેથી કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર રોડ શોનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતાએ આ મુદ્દે ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી. પરંતુ ચૂંટણી પંચે કહ્યું હતું કે, આ રોડ શો નહોતો વડાપ્રધાન મત આપવા જતા હતાં ત્યારે ભીડ આપોઆપ ભેગી થઈ હતી. PM મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મત આપ્યો હતો.  જોકે પીએમ મોદી વોટ આપવા જાય તે પહેલા જ પોલિંગ બૂથની આગળ હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ હતી. પીએમ મોદી પોલિંગ બૂથથી થોડે દૂર ગાડીમાંથી ઉતરી ગયા અને ચાલતા ચાલતા વોટ આપવા પહોંચ્યા. રાણીપમાં હજારોની સંખ્યામાં ભીડને જોઈને વિપક્ષીઓ પાર્ટી લાલઘૂમ થઈ હતી અને ગઇકાલે આખો દિવસ પીએમ મોદી દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે તેવી ફરિયાદો કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીના લૉ સેલના અધ્યક્ષ યોગેશ રવાણીએ આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ આપી હતી અને આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીએ રોડ શો કર્યો છે. જે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, આ મામલે કોંગ્રેસની માંગ છે કે પીએમ મોદી સામે કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણી પંચે પણ આ ફરિયાદ લઈને આશ્વાસન આપ્યું હતું કે,આ મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે.  કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ફરિયાદના જવાબમાં ચૂંટણી પંચના અધિકારી કુલદીપ આર્યાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા પીએમ મોદી સામે ફરિયાદ કરવામાં આવી હતી, અમે તાત્કાલિક સમગ્ર મામલે અમદાવાદના ઈલેક્શન ઓફિસરને રિપોર્ટ મોકલવા આદેશ આપ્યા હતા, રિપોર્ટ અનુસાર લાગતું નથી કે આ રોડ શો હતો, ત્યાં ભીડ આપો આપ જ ભેગી થઈ ગઈ હતી.