Sunday, May 18, 2025
HomeGujaratસ્વામિનારાયણ મેડિકલ કોલેજ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે એડોલેસન્ટ, કાઉન્સેલિંગ સેન્ટરની થઈ...

સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે એડોલેસન્ટ, કાઉન્સેલિંગ સેન્ટરની થઈ સ્થાપના

Date:

spot_img

Related stories

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...
spot_img

પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીજી અને શ્રી સ્વામિનારાયલ વિશ્વમંગલ ગુરુકુલના પ્રણેતા અને ચેરમેનની પ્રેરણા અને આશીર્વાદ સાથે તારીખ ૦૭ એપ્રિલ ૨૦૨૫ના રોજ પી.એસ.એમ. મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસનો પરિચય તથા માહિતી આપવામાં આવી હતી. આ ઉજવણી પીડિયાટ્રિક, સાઈકિયાટ્રી તેમજ કમ્યુનિટિ મેડીસીન ડીપાર્ટમેન્ટના ઉપક્રમે કરવામાં આવી હતી.વિશ્વ આરોગ્ય દિવસ (7 એપ્રિલ) 2025ની થીમ હેલ્ધી બીગીનિંગ, હોપફૂલ ફ્યુચર્સ (Health Beginning, Hopeful Futures) પ્રમાણે મેડિકલ કોલેજના ડીન શ્રી ડૉ.અશ્વિન સંઘવી એ માતા અને બાળકના આરોગ્ય વિશે વિસ્તૃત વક્તવ્ય આપ્યુ હતું. ત્યારબાદ સાઈકિયાટ્રી ડીપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. ક્રિષ્ના પટેલ એ માનસિક સ્વાસ્થ્ય અને એડોલેસન્ટ ક્લિનિક વિશે શ્રોતાગણને વિગતવાર માહિતગાર કર્યા હતા. અંતમાં કમ્યુનિટિ
મેડીસીનના પ્રોફેસર અને પી.એસ.એમ.મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના સી.ઈ.ઓ ડૉ. વિજય પંડયા એ વિશ્વ આરોગ્ય દિવસ 2025ની થીમ અને એના મહિમા વિશે પ્રભાવી વક્તવ્ય આપ્યું હતું.આ પ્રસંગે ખાસ એડોલેસન્ટ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. આ કેન્દ્રનો ઉદ્દેશય 10 થી 19 વર્ષની વય જૂથના કિશોરો અને કિશોરીઓમાં શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ ફેલાવવાનો તથા જરૂરી માર્ગદર્શન પૂરુ પાડવાનો છે. આજના યુગમાં યુવા અવસ્થાની વધતી જતી સમસ્યાઓને ધ્યાને લઈને, આ કાઉન્સેલિંગ સેન્ટર દ્વારા વિદ્યાર્થી અને યુવાન વર્ગ માટે નિયમિત રીતે વૈજ્ઞાનિક અને મનોવિજ્ઞાન આધારિત માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અવસરે હોસ્પિટલના તબીબો, આરોગ્ય કર્મીઓ, તથા કિશોરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવા કેન્દ્રો યુવાનોને જનજાગૃતિ, આત્મવિશ્વાસ અને સુખદ જીવનશૈલી તરફ પ્રેરિત કરશે. આ કેન્દ્રનું કાર્ય સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેશે અને તેમાં નિષ્ણાત તબીબો અને કાઉન્સેલરો દ્વારા સેવાઓ આપવામાં આવશે.

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here