અંબાલાલ પટેલની આગાહી: આવનારા દિવસોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડશે

0
5
આ વખતે આગ ઓકશે ગરમી, રેકોર્ડ તોડ ગરમીનો તોળાઈ રહ્યો છે ખતરો
આ વખતે આગ ઓકશે ગરમી, રેકોર્ડ તોડ ગરમીનો તોળાઈ રહ્યો છે ખતરો

ઠંડીનું જોર ઘડી ગયું છે અને હવે ઉનાળાનો સુરજ આકાશે ચઢ્યો છે. હાલ ડબલ સિઝન હોવા છતાં બપોર દરમિયાન સખત ગરમીનો અહેસાસ થાય છે. ત્યારે હવામાન અંગે આગાહી કરતા આગાહીકાર અંબાલાલ પટેલે કરેલી આગાહીથી તમારી છાતીના પાટિયા બેસી જશે. કારણકે, આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, આગામી દિવસોમાં ગુજરાતમા ગરમીનું જોર વધશે. બીજા રાજ્યોની સરખામણીએ આપણે ત્યાં ફેબ્રુઆરીના અંત ભાગથી અને માર્ચના પ્રારંભથી જ ગરમીનું જોર વધવા લાગશે અને માર્ચ મહિનામાં ગરમીનો પારો સડ સડાટ 40 ડિગ્રીને પાર થઈ જશે. એટલું જ નહીં IMD એટલેકે, હવામાન વિભાગે પણ ગુજરાતમાં હીટવેવ અંગે અલર્ટ આપ્યું છે. ગરમીનો પારો 40-41 પાર પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

ગરમી અંગે અંબાલાલ પટેલે શું કહ્યું?
આ વખતે અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજવાળા પવન દક્ષિણ-પશ્ચિમ તરફથી ફૂંકાય, જેથી નબળા પશ્ચિમી વિક્ષોભને લીધે સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને આગામી સમયમાં પણ માર્ચ મહિનામાં તાપમાન વધીને 40-41 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા છે. આગામી 22,23 અને 24 ફેબ્રુઆરીએ પશ્ચિમી વિક્ષોભ હટી જતા ફરી થોડી ઠંડીનો અહેસાસ થઈ શકે છે અને લઘુત્તમ તાપમાન 17-18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32-34 ડિગ્રી આસપાસ રહી શકે છે.

આકરો રહેશે ઉનાળોઃ
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં આવખતે ઉનાળો આકરો રહેશે. માર્ચ મહિનાથી રાજ્યમાં ઉનાળો આકરો રહેશે. આ ઉપરાંત અલ નિનોની પણ વાત થઈ રહી છે. પૂર્વ પેસિફિક જળવાયુ ગરમ થતુ હોય છે. ભારતીય પશ્ચિમી સમુદ્ર કિનારો તથા બંગાળના ઉપસાગરમાં તાપમાન અલનિનોની સ્થિતિ માટે મહદઅંશે અસર જવાબદાર હોય છે. જોકે અત્યારે અલનિનો અંગે કંઈ જ કહી શકાય તેમ નથી.

હવામાનમાં આવશે મોટો પલટોઃ
ફેબ્રુઆરી મહિનાના અંતમાં હવામાનમાં મોટો પલટો આવશે. દેશના ઉત્તર ભાગ તથા પર્વતિય પ્રદેશોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા બરફ વર્ષા અને કરાનું તોફાન થઈ શકે છે. જે માર્ચની શરૂઆત સુધી ચાલશે. ત્યારબાદ 6-7 માર્ચ દરમિયાન પણ હવામાન બગડી શકે છે. આ વખતે માર્ચ મહિનામાં માવઠા થવાની વધારે શક્યતા રહેશે. આ ઉપરાંત માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.