હાલમાં ક્રિપ્ટોકરન્સીની વિશ્વભરમાં ધૂમ મચી છે. ઘણાં લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને પ્રોફિટ કરી રહ્યા છે. નાણામંત્રી સીતારમણે પણ બજેટ 2022માં ક્રિપ્ટોકરન્સી અંગે જાહેરાત પણ કરવામાં આવી છે. હવે ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાંથી થયેલી કમાણી પર 30% ટેક્સ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે પહેલાં આ કમાણી પર કોઈ જાતનો ટેક્સ નહોતો. બોલિવૂડના ઘણાં સેલેબ્સ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા હોય છે. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનનું નામ ટોચ પર છે. તેમણે ધરખમ નફો કમાયો છે.ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, અમિતાભે દીકરા અભિષેક બચ્ચનની સાથે સિંગાપોરની કંપની મેરિડિયન ટેકમાં 16 મિલિયન એટલે કે 1.6 કરોડનું રોકાણ કર્યું હતું. અઢી વર્ષ બાદ આ રોકાણ પર તેમને 1.12 બિલિયન એટલે કે 112 કરોડ રૂપિયાનું વળતર મળ્યું છે.ફર્સ્ટ પોસ્ટના અહેવાલ પ્રમાણે, માત્ર ક્રિપ્ટોમાં જ રોકાણ કરીને બિગ બીને આટલું બધું વળતર મળ્યું છે. આ ઉપરાંત તેમણે અન્ય જગ્યાએ પણ રોકાણ કર્યું છે. જસ્ટ ડાયલમાંથી 10.2 ટકા રિટર્ન મળ્યું છે. તેમણે 6.27 મિલિયન (62. 7 લાખ) રોકાણ કર્યું હતું. નફા મળ્યા બાદ 70 લાખ થયા છે. ઉલ્લેખનીય છે કે એક્ટરે 2013માં જસ્ટ ડાયલના 62,794 શૅર ખરીદ્યા હતા.