Tuesday, November 17, 2026
HomeGujaratડ્રગ્સ મુક્ત ભારતના સંકલ્પ સાથે ૧૪,૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ રેલીનું એકતાનગર ખાતે આગમન

ડ્રગ્સ મુક્ત ભારતના સંકલ્પ સાથે ૧૪,૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ રેલીનું એકતાનગર ખાતે આગમન

Date:

Related stories

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

૪૫ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય દળો અને સંસ્થાઓના ૨૨૫ રાઇડરો દ્વારા યુવાનોને નશામુક્તિનો સંદેશ. ૧૨ મહિલા રાઇડર સહિતના દળ દ્વારા દેશભરમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિનો સંકલ્પ.૨૧ ઑક્ટોબરના નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ ૧૮ ટીમોના ૯૦ રાઇડરોને લીલી ઝંડી આપી રવાના કર્યા હતા

રાજપીપળા: તા 25,‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ એટલે કે નશા વિરુદ્ધ જનજાગૃતિનો સંદેશ લઈને દેશના વિવિધ ખૂણાઓ અને રાજધાનીઓમાંથી નીકળેલી વિશાળ મોટરસાઇકલ રેલી આજે એકતાનગર ખાતે પહોંચી હતી . દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય દળો અને કેન્દ્રીય સંસ્થાઓના પ્રતિનિધિત્વ સાથે આગળ વધી રહેલી આ રેલી આશરે ૧૪,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને દેશના યુવાનોને નશાના દૂષણથી દૂર રહેવા અને જીવનમાં સાચો માર્ગ પસંદ કરવા પ્રેરિત કરી રહી છે. દેશની ધમનીઓમાં રક્તની જેમ વહેતી આ રેલી માત્ર મોટરસાઇકલ યાત્રા નથી, પરંતુ ભારતના ભવિષ્યના ઘડવૈયા એવા યુવાનોમાં ડ્રગ્સના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવતું એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલા સવારો એક જ હેતુ અને સંકલ્પ સાથે જોડાઈને નશામુક્ત ભારતનો સંદેશ જનજન સુધી પહોંચાડી રહ્યા છે.આ રેલીનો પ્રથમ ફ્લેગ-ઓફ ૬ ઑક્ટોબરના રોજ ઇમ્ફાલ અને આઇઝોલથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તર-પૂર્વના વિવિધ રાજ્યો, લેહના ઠંડા પર્વતીય વિસ્તારો તેમજ દૂર દક્ષિણના દ્વીપીય પ્રદેશોમાંથી શરૂ થયેલી ટીમો તબક્કાવાર આ અભિયાનમાં જોડાતી ગઈ હતી. અલગ-અલગ દિશાઓમાંથી આગળ વધેલી આ ટીમો આજે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાનના સ્વરૂપમાં એકત્રિત થઈ છે.આ રેલીમાં કુલ ૨૨૫ રાઇડરો સામેલ છે, જેમાં ૧૨ મહિલા રાઇડરોનો પણ સમાવેશ થાય છે. વિવિધ રાજ્યો અને સંસ્થાઓના પ્રતીકો સાથે આગળ વધી રહેલા આ રાઇડરો ભારતની વિવિધતામાં એકતા, રાષ્ટ્રીય અખંડિતતા અને સામૂહિક સંકલ્પનું જીવંત પ્રતીક છે. આ ભાવના સરદાર વલ્લભભાઈ પટેલે કલ્પેલા અખંડ ભારતના સ્વપ્નને પણ પ્રતિબિંબિત કરે છે.આ અભિયાનને વધુ વેગ આપવા માટે ૨૧ ઑક્ટોબરના રોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભવ્ય સમારોહમાં ૧૮ ટીમોના ૯૦ સવારોને લીલી ઝંડી આપી રવાના કર્યા હતા.પ્રવાસ દરમિયાન રેલી અનેક શહેરો અને જિલ્લાઓમાંથી પસાર થઈ છે. વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને ડ્રગ્સના જોખમો, નશાની લતથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન તથા નશાથી દૂર રહી સકારાત્મક જીવન ઘડવાના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.આ રેલીનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને નશાના દુષ્ચક્રથી દૂર રાખવા, તેમને સ્વસ્થ અને જવાબદાર જીવન તરફ પ્રેરિત કરવા તથા સમાજમાં નશામુક્તિ અંગે સામૂહિક જાગૃતિ ઊભી કરવાનો છે. દેશના વિવિધ પ્રદેશોના રાઈડરોને એક મંચ પર લાવતી આ યાત્રા રાષ્ટ્રીય એકતા સાથે સામાજિક જવાબદારીનો પણ મજબૂત સંદેશ આપી રહી છે.

તસવીર :ભાવના ભાટી (અમદાવાદ)

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here