મુંબઇ : સેલિબ્રિટી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સામાન્ય રીતે સાથે ચાલતા હોય છે. વિજ્ઞાાપનો કરીને આજની સેલિબ્રિટિઓ પુષ્કળ પૈસા કમાઇ રહી છે. પરંતુ પ્રભાસ જેવા કલાકારો દરેક બ્રાન્ડની એન્ડોર્સમેન્ટ કરવા રાજી થતા નથી. પરિધાનોથી લઇને ઇલેકટ્રોનિક અને એફએમસીજી સુધીની દરેક શ્રેણીઓની પ્રતિષ્ટિત બ્રાન્ડે પ્રભાસને પોતાના બ્રાન્ડ માટે વિજ્ઞાાપન કરવાની ઓફર આપી હતી. પરંતુ અભિનેતા આ માટે રાજી થયો નહોતો. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, પ્રભાસ આજે ઘરઘરમાં જાણીતો થઇ ગયો હોવાથી તેની બ્રાન્ડ વેલ્યુ સક્ષમ છે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે પ્રભાસે ગયા વરસે રૂપિયા ૧૫૦ કરોડ કરતા વધુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ઓફરને ઠુકરાવી છે. તે પોતાની પસંદગીના જ વિજ્ઞાાપનો સાઇન કરે છે. તેઓ આજે મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પોતાના સ્થાનથી વાકેફ છે અને તેથી જ તે આ બાબતે ઉતાવળા નિર્ણય ન લેતા ગંભીરતાથી લે છે. પ્રભાસે પોતાના પ્રોજેક્ટને ગંભીરતાથી લઇને તેણે એક વખત તો રૂપિયા ૧૦ કરોડની વિજ્ઞાાપનને પણ રિજેક્ટ કરી દીધી હતી, તેમ સૂત્રે વધુમાં જણાવ્યું હતું.