
ઇનોવેશન કરતી વૈશ્વિક બાયોફાર્માસ્યુટિકલ્સ કંપની બાયોકોન લિમિટેડ (BSE code: 532523, NSE: BIOCON)એ આજે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડ (બીબીએલ)ની બાયોકોન લિમિટેડમાં સંપૂર્ણ ઇન્ટીગ્રેશનની જાહેરાત કરી છે, જે માન્ય મંજૂરીઓને આધીન છે. બાયોકોન લિમિટેડ એક સરળ સંકલન સુનિશ્ચિત કરવા માટે કિરણ મઝુમદાર-શોની અધ્યક્ષતામાં એક ગવર્નન્સ કાઉન્સિલ અને બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીહાસ તાંબેના નેતૃત્વમાં એક ટ્રાન્ઝિશન અને ઇન્ટિગ્રેશન મેનેજમેન્ટ કમિટીની રચના કરી રહી છે.
મે 2025 માં રચાયેલી સ્ટ્રેટેજી કમિટીએ બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડ માટે બહુવિધ વ્યૂહાત્મક વિકલ્પોનું સર્વગ્રાહી મૂલ્યાંકન હાથ ધર્યું, જેમાં IPO અને બાયોકોન લિમિટેડ સાથે મર્જરનો સમાવેશ થાય છે. વ્યૂહાત્મક ગોઠવણી, ક્ષેત્રીય ગતિશીલતા, શેરધારક મૂલ્ય નિર્માણ અને અન્ય સંબંધિત ડેટા જેવા મુખ્ય પરિમાણોની કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી સમિતિએ નિષ્કર્ષ કાઢ્યો કે બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડનું બાયોકોન લિમિટેડ સાથે સંપૂર્ણ એકીકરણ (ઇન્ટીગ્રેશન) અને લઘુમતી હિસ્સાના સંપાદન દ્વારા બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડને બાયોકોન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બનાવવાથી આગળ વધવાનો સૌથી કાર્યક્ષમ અને મૂલ્ય વધારવાની સંભાવના છે.
A) બાયોકોન લિમિટેડ બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડમાં બાકીનો હિસ્સો સીરમ ઇન્સ્ટિટ્યૂટ લાઇફ સાયન્સિસ (સીરમ), ટાટા કેપિટલ ગ્રોથ ફંડ II (ટાટા કેપિટલ) અને એક્ટિવ પાઈન LLP (એક્ટિવ પાઈન) પાસેથી બાયોકોન બાયોલોજિક્સના દરેક 100 શેર માટે 70.28 બાયોકોન શેરના શેર સ્વેપ દ્વારા હસ્તગત કરશે. આ હિસાબે બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડનું વેલ્યુએશન 5.5 બિલિયન ડોલર થાય છે.


