બંને દીકરીઓએ પિતાની અસ્થિઓને જમીનમાં દાટીને ઓક્સિજન આપતા વૃક્ષો વાવ્યા

0
10
ત્યારે પિતાની છત્રછાયા ગુમાવનાર બે દીકરીઓ આ આઘાત જીરવી શકી ન હતી. પરંતુ સમજુ દીકરીઓએ એવું કામ કર્યું કે, જેનાથી બીજાને ઓક્સિજન મળી શકે.
ત્યારે પિતાની છત્રછાયા ગુમાવનાર બે દીકરીઓ આ આઘાત જીરવી શકી ન હતી. પરંતુ સમજુ દીકરીઓએ એવું કામ કર્યું કે, જેનાથી બીજાને ઓક્સિજન મળી શકે.

કોરોનાકાળમાં દરેક વ્યક્તિ હવે કુદરતનું મહત્વ ધીરે ધીરે સમજી રહી છે. ઓક્સિજનના બોટલ લેવા માટે લાઈનમાં ઉભા રહેવુ પડ્યું ત્યારે લોકોને વૃક્ષોનું મહત્વ સમજાયું. આવા અનેક જાગૃત નાગરિકો હવે કુદરતને બચાવવાની પહેલ કરી રહ્યાં છે. રાજકોટના એક પરિવારની બે દીકરીઓએ એક રાહ ચીંધી, જે અનેકોને નવી દિશા આપે છે. પિતાનું ઓક્સિજનના અભાવે મૃત્યુ થવાથી દીકરીઓએ તેમની યાદમાં ઓક્સિજન આપતા વૃક્ષો રોપ્યા છે.બન્યું એમ હતું કે, રાજકોટના રહેવાસી ભીમજીભાઈ બોડાનુ તાજેતરમાં કોરોનાથી નિધન થયું હતું. તેઓ ઓક્સિજનના અભાવે મોતને ભેટ્યા હતા. ત્યારે પિતાની છત્રછાયા ગુમાવનાર બે દીકરીઓ આ આઘાત જીરવી શકી ન હતી. પરંતુ સમજુ દીકરીઓએ એવું કામ કર્યું કે, જેનાથી બીજાને ઓક્સિજન મળી શકે. બે દીકરીઓએ પિતાની યાદમાં ઓક્સિજન આપતા વૃક્ષો રોપ્યા છે. બંને દીકરીઓએ માતા સાથે મળીને વૃક્ષારોપણ કર્યુ હતું અને પિતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. એટલુ જ નહિ, તેમણે હળવદ નજીક જમીનમાં અસ્થિ મૂકીને પીપળો, વડ જેવા વૃક્ષ વાવ્યા હતા. આ અંગે આરજુ બોડાએ કહ્યું કે, મારા પિતાનું મૃત્યુ ઓક્સિજનના અભાવે થયું હતું. તેથી તેમની યાદમાં ઓક્સિજન આપતા આ વૃક્ષો વાવ્યા છે.