Tuesday, April 29, 2025
HomeGujaratAhmedabadવ્યાજખોરોના લીધે બિલ્ડરનો આપઘાત, મોત પહેલા DCPને કરી વિનંતી

વ્યાજખોરોના લીધે બિલ્ડરનો આપઘાત, મોત પહેલા DCPને કરી વિનંતી

Date:

spot_img

Related stories

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...
spot_img

અમદાવાદ: 27 ફેબ્રુઆરીએ જીવન ટૂંકાવનારા જુહાપુરાના 51 વર્ષીય બિલ્ડરનો વિડીયો બુધવારે વાયરલ થયો હતો. વિડીયોમાં તેમણે ઝોન-7ના ડીસીપી પ્રેમસુખ ડેલુને સંબોધીને આરોપ લગાવ્યો છે કે પાંચ શખ્સોએ તેમને આપઘાત માટે મજબૂર કર્યા હતા. આ પાંચ શખ્સોમાંથી ત્રણ વ્યાજખોરો છે અને બે એવા શખ્સો છે જેમણે બિલ્ડરને તેમના કામના રૂપિયા નહોતા ચૂકવ્યા.બિલ્ડિંગ કંસ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં મૃતક શફીક ભાટી જુહાપુરાની ખેડાલ મન્સૂરી સોસાયટીમાં રહેતા હતા. નરીમાનપુરામાં આવેલી કેનાલમાં ઝંપલાવીને મોત વહાલું કરતાં પહેલા શફીકે મોત માટે જવાબદાર લોકોની ઓળખ આપી હતી. શફીકે શબાના શેખ, રાશિદાબાનો ગાંધી, સૈફ અલી ખાન પઠાણ, સરફરાઝ શેખ, એજાઝ સૈયદ (તમામ જુહાપુરાના રહેવાસી) અને સેટેલાઈટમાં રહેતા હિરેન શાહ પર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો આરોપ મૂક્યો હતો.સરખેજ પોલીસે મંગળવારે આત્મહત્યાની ઉશ્કેરણની કેસ પાંચ શખ્સો સામે નોંધ્યો હતો અને ગુરુવારે તેમની ધરપકડ કરી હતી. વાયરલ વિડીયોમાં શફીક ડીસીપી ડેલુને આજીજી કરે છે કે આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. સાથે જ વિડીયોમાં શફીક કહે છે, ‘મેરે બચ્ચોં કો પૈસે દિલાના ઉન શૈતાનો સે’ અને પરિવાર માટે ન્યાયની માગણી કરી છે.વ્યાજે નાણાં ધીરનારા શબાના, રાશિદાબાનો અને સૈફ અલી ખાન પઠાણ પાસેથી શફીકે 2017 અને 2018માં 30,000થી 3 લાખ રૂપિયા સુધીની રકમ 10 ટકાના માસિક વ્યાજે લીધી હતી. શફીકે તેમને રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેઓ વધુ ને વધુ રકમ તેમજ વ્યાજ તેની પાસેથી માગ્યા કરતા હતા. આ ઉપરાંત બીજા ત્રણ આરોપીઓ સરફરાઝ, એજાઝ અને હિરેને સરખેજ, જુહાપુરા અને સેટેલાઈટની જુદી-જુદી જગ્યાએ શફીક પાસે બિલ્ડિંગ કંસ્ટ્રક્શનનું કામ કરાવ્યું હતું પરંતુ આ કામના આશરે 24 લાખ રૂપિયા ચૂકવ્યા નહોતા.

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here