સોલા વિસ્તારમાં સિનિયર સિટીઝન દંપતીની હત્યા, લૂંટના ઈરાદે હત્યાની આશંકા

0
8
સિનિયર સિટીઝનની આવી રીતે હત્યા કરવામાં આવે છે ત્યારે અનેક સવાર ઊઠી રહ્યા છે. બંનેની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે.
સિનિયર સિટીઝનની આવી રીતે હત્યા કરવામાં આવે છે ત્યારે અનેક સવાર ઊઠી રહ્યા છે. બંનેની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં શુક્રવારે વહેલી સવારે એક ચકચારી ઘટના સામે આવી છે. સોલા વિસ્તારમાં બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારના થલતેજ પાસે આવેલા શાંતિ પેલેસમાં વહેલી સવારે એક વૃદ્ધ દંપતીની હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે સવારથી ત્રણથી ચાર લોકો તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને તેમની હત્યા કરી નાખી હતી. સિનિયર સિટીઝનની આવી રીતે હત્યા કરવામાં આવે છે ત્યારે અનેક સવાર ઊઠી રહ્યા છે. બંનેની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે.મળતી માહિતી પ્રમાણે મૃતક અશોક પટેલ અને જ્યોત્સનાબેન પટેલ ઘરે એકલા રહેતા હતા. પરિવારના અન્ય સભ્યો બહાર રહેતા હોવાનું સામે આવ્યું છે. અશોકભાઈનો પુત્ર ચાર-પાંચ વર્ષથી દુબઈ રહેતો હોવાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે તેમના ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસની અલગ અલગ ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસે FSL સહિત અન્ય લોકોની મદદ લઈને તપાસ તેજ કરી છે. આ બેવડી હત્યા પાછળ લૂંટ અથવા ચોરીના ઇરાદે કરવામાં આવી હોવાની હાલ પોલીસને આશંકા છે. આ થીયરી પર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસ હવે અલગ અલગ લોકોની પૂછપરછ શરૂ કરશે. વહેલી સવારે હત્યાનો બનાવ બન્યો હોવાથી હત્યામાં કોઈ જાણભેદુ શામેલ હોવાની શક્યતા નકારી શકાતી નથી.