Corona Vaccine Survey : ચંદીગઢની સંશોધન સંસ્થાએ કરેલ સર્વના આધારે નિતિ આયોગના સભ્ય ડો. વી. કે. પૌલે નિવેદન આપ્યું છે કે, કોરોના રસીના બંને ડોઝ લીધા બાદ 98% કોરોનાનું સંક્રમણ ઘટી જાય છે.સરકારે પંજાબમાં પોલીસ કર્મીઓ પર કરવામાં આવેલી સ્ટડીના (Study) આ અહેવાલ આપ્યો છે. ચંદીગઢની વેટરનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચની અનુસ્નાતક સંસ્થા (PGIVER) અને પંજાબ સરકારે સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો.ચંદીગઢ સંશોધન સંસ્થાએ કરેલ સર્વના આંકડાની વાત કરવામાં આવે તો, પંજાબના 4,868 પોલીસ કર્મીઓએ વેક્સિન લીધી નહોતી, તેમાંથી 15 પોલીસ કર્મીઓના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે 42,720 પોલીસ કર્મીઓએ બંને ડોઝ લીધા હતા, જેમાંથી માત્ર 2 કર્મચારીઓના કોરોનાના કારણે મોત થયા હતા.આથી, આ સર્વના આધારે નિતિ આયોગના સભ્ય ડો.વી. કે. પૌલે (V.K. Paul) નિવેદન આપ્યું છે કે, કોરોના રસીનો પ્રથમ ડોઝ મુત્યુ સામે 92% રક્ષણ મેળવી શકાય છે.મહત્વપૂર્ણ છે કે, હાલ કોરોના સંક્રમણને રોકવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને (Vaccine) જ માનવામાં આવે છે. સરકારે પણ 21 જૂનથી સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન આપવા માટેની કવાયત હાથ ધરી છે. ત્યારે, આ સર્વના આધારે વેક્સિનને પણ વેગ મળશે.