Tuesday, October 6, 2026
Homeprogram"ગૌ - માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન" કાર્યક્રમ

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ

ગુજરાતની ૭૬ જરૂરિયાતમંદ મહિલાઓને ૭૬ સ્વસ્થ દેશી ગીર ગૌમાતાનું નિઃશુલ્ક ગૌદાન

જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ૧૬ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫ કલાકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગૌ અર્પણ કાર્યક્રમ

અમદાવાદ, તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬:

“સેવાનો સંકલ્પ જ્યારે સંસ્કારો સાથે જોડાય છે, ત્યારે એક નાનકડો પ્રયાસ પણ અનેક પરિવારોના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે”, આ ભાવનાને સાકાર કરતાં સીતાવન ગીર ગૌશાળા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની ૭૬ જરૂરિયાતમંદ મહિલાઓને ૭૬ સ્વસ્થ દેશી ગીર ગૌમાતાનું નિઃશુલ્ક ગૌદાન કરવાનો વિશેષ સેવાસંકલ્પ લેવામાં આવ્યો છે.

દસ્ક્રોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાબુભાઈ જામનાદાસ પટેલ તથા તેમના પરિવાર દ્વારા સંચાલિત સીતાવન ગીર ગૌશાળા ગૌસંરક્ષણ, ગૌસંવર્ધન અને ગૌસેવાના ક્ષેત્રે સતત કાર્યરત છે. ગૌશાળાના વિવિધ સેવાકાર્યોના સંકલન અને સંચાલનમાં શ્રી વૈભવભાઈ પટેલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

તાજેતરમાં માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગૌશાળા દ્વારા ગૌસેવાને માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક ભાવના પૂરતી મર્યાદિત ન રાખીને તેને સમાજસેવા, મહિલા સશક્તિકરણ અને આજીવિકા સર્જન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગૌદાન પાછળનો વિશેષ હેતુ

આ પહેલનો ઉદ્દેશ માત્ર ગૌમાતાનું દાન કરવાનો નથી. ગૌસેવા સાથે આદિવાસી, બીપીએલ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને સ્વરોજગાર અને સ્થાયી આવકનું સાધન મળી રહે તથા તેઓ આત્મનિર્ભર બને તે આ પહેલનો મુખ્ય હેતુ છે.

આ માટે સીતાવન ગીર ગૌશાળા પરિવાર દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ ગુજરાતના વિવિધ વિસ્તારો અને ગામડાઓમાં જઈને સંભવિત લાભાર્થી પરિવારો સાથે સંપર્ક કર્યો હતો.

લાભાર્થી મહિલાઓની પસંદગી દરમિયાન તેમના પરિવારની આર્થિક સ્થિતિ, જરૂરિયાત, પશુપાલન માટે ઉપલબ્ધ વ્યવસ્થા તેમજ ગૌમાતાની યોગ્ય સંભાળ રાખવાની ક્ષમતા જેવા વિવિધ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

સ્વસ્થ ગીર ગૌમાતાની પસંદગી માટે વિશેષ પ્રક્રિયા

બીજી તરફ, ગૌશાળા દ્વારા ગૌમાતાની પસંદગી માટે પણ વિશેષ ટીમ કાર્યરત કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ જઈને ગૌમાતાની તંદુરસ્તી, ઉંમર, સ્વભાવ, દૂધ આપવાની ક્ષમતા તથા સમગ્ર પશુ આરોગ્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

યોગ્ય ગૌમાતાની પસંદગી બાદ જરૂરી પશુચિકિત્સકીય તપાસ, આરોગ્ય પ્રમાણપત્ર, રસીકરણ તથા સંબંધિત દસ્તાવેજીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે દરેક લાભાર્થી પરિવારને યોગ્ય, સ્વસ્થ અને સંભાળ માટે અનુકૂળ ગીર ગૌમાતા મળે.

ગૌમાતા સાથે જરૂરી સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે

લાભાર્થી મહિલાઓને માત્ર ગૌમાતા જ નહીં, પરંતુ તેમની યોગ્ય સંભાળ માટે જરૂરી સહાય પણ આપવામાં આવશે. ગૌમાતા સાથે પશુ આહાર, મિનરલ મિશ્રણ, આરોગ્ય પ્રમાણપત્ર, રસીકરણની વિગતો તથા જરૂરી દસ્તાવેજોની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશેષરૂપે, ગૌમાતાને માત્ર કાર્યક્રમ સ્થળે સોંપવાને બદલે સન્માનપૂર્વક લાભાર્થીના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગૌદાન બાદ પણ ચાલુ રહેશે સહયોગ

સીતાવન ગીર ગૌશાળા પરિવારનો સેવાભાવ ગૌદાન સાથે પૂર્ણ થવાનો નથી. તમામ ૭૬ લાભાર્થી પરિવારોને સમયાંતરે પશુચિકિત્સકીય સહાય, ગૌમાતાના સ્વાસ્થ્ય અને પોષણ અંગે માર્ગદર્શન, પશુ આહાર તથા સંભાળ અંગે જરૂરી માહિતી તેમજ દૂધ ઉત્પાદન અને પશુપાલન વ્યવસ્થાપન અંગે સહયોગ આપવામાં આવશે.

સીતાવન ગીર ગૌશાળા પરિવારનો આ સેવાપ્રયાસ ગૌસેવાને મહિલા સશક્તિકરણ, આજીવિકા સર્જન અને ગ્રામ્ય વિકાસ સાથે જોડવાનો એક નમ્ર પ્રયાસ છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here