વધારે પડતી ખાટ્ટી વસ્તુ ખાવાથી ચહેરા પર ખીલ થાય છે, વાળ ખરે છે, દૂધ કે તેની કોઈ વાનગીમાં લીંબુ ના વાપરવું

0
8
આયુર્વેદમાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવાનું જ જણાવ્યું છે.
આયુર્વેદમાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવાનું જ જણાવ્યું છે.

ઘરે બનાવેલા પૌંઆમાં ભરપૂર ટમેટા નાખવામાં આવે છે. પીરસતી વખતે લીંબુ પણ નીચોવે છે. તેનાથી સ્વાદ તો વધી જાય છે, પણ વધારે પડતી ખટાશ બીજી તકલીફોનું કારણ બને છે. પૌંઆ જ કેમ, અન્ય ઘણી વાનગીમાં ખટાશ ઉમેરવાથી ટેસ્ટ તો વધી જાય છે પણ આ સ્વાદ આગળ જતા ભારે પડી શકે છે.

માલપુઆ, જલેબી અને ખીરની સાથે ખાવાથી થશે નુકસાન
એક સરખા ટેસ્ટની બે વસ્તુઓ સાથે મિક્સ કરીને ખાવાથી તેની અસર ડાયરેક્ટ પાચન શક્તિ પર પડે છે. માત્ર અલગ-અલગ સ્વાદવાળી ખાટ્ટી વસ્તુઓ જ નહીં, ગળ્યું ખાવાથી પણ બચવું જોઈએ. જેમ કે ખીર, માલપુઆ અને જલેબી. આ દરેક વસ્તુ સ્વીટ છે પણ એકસાથે ખાવાથી અપચો થઈ શકે છે.

  • બે કે તેથી વધારે વસ્તુઓ એકસાથે શરીરમાં જઈને અંદરોઅંદર મળીને રિએક્ટ કરે છે. જો આનું પ્રમાણ બધી જાય તો એસિડીટી પણ થઈ શકે છે.
  • ખટાશમાં આર્ટિફિશિયલ વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. આયુર્વેદમાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવાનું જ જણાવ્યું છે.
  • ઘણા લોકો કઢી બનાવતી વખતે દહીંની સાથે લીંબુનો ઉપયોગ કરે છે, આ ખોટું છે. આયુર્વેદમાં દૂધ અને દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુમાં લીંબુના ઉપયોગને ખોટું કહ્યું છે. ડૉ. પ્રતાપ ચૌહાણે કહ્યું કે, પિત્ત વધવાથી પેટમાં ઘણી પ્રકારની તકલીફ થાય છે. શરીરમાં ગરમી વધી જાય છે.
  • વધારે ખટાશથી શરીરમાં પિત્ત વધે છે. તેનાથી ખંજવાળ આવી શકે છે.
  • બોડીમાં ગરમી વધવાથી યુરિનમાં બળતરા થઈ શકે છે.
  • આંતરડામાં સોજાની તકલીફ થઈ શકે છે. તેનાથી ગેસ, બળતરા કે પેટ ફૂલી શકે છે.
  • વધારે પડતી ખાટ્ટી વસ્તુ ખાવાથી ચહેરા પર ખીલ થાય છે.
  • વાળ ખરે છે
  • મહિલાઓને પીરિયડ્સમાં વધારે બ્લીડિંગ થાય છે. આથી વધારે ખટાશથી દૂર રહેવું.
  • ટમેટામાં બહુ બધા મસાલા ઉમેરવાથી તેમાં હાજર ન્યૂટ્રીશન્સનો નાશ થાય છે.
  • તાજા કે ઓછા પાકેલા ટમેટા ખાવાથી ફાયદો થાય છે.