Thursday, July 16, 2026
HomeLife StyleBeauty Tipsહવે થ્રેડિંગ, ક્લિનઅપ અને ફેશિયલ માટે પાર્લરમાં પૈસા ખર્ચવાની જરૂર નથી; આ...

હવે થ્રેડિંગ, ક્લિનઅપ અને ફેશિયલ માટે પાર્લરમાં પૈસા ખર્ચવાની જરૂર નથી; આ ત્રણ સ્કિન કેર ટૂલની મદદથી ઘેરબેઠાં મેળવો ગ્લોઈંગ સ્કિન

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

સ્કિન કેર એ આપણી ડેલી લાઈફનો મહત્ત્વનો ભાગ છે. ખાસ કરીને સ્ત્રીઓ મહિનામાં ઓછામાં ઓછી એકવાર પાર્લરમાં અચૂક જતી હોય છે, પરંતુ પાર્લરમાં ઘણા પૈસા ખર્ચ થઈ જાય છે. તેથી ઘણી વખત તેઓ બેઝિક સ્કિન કેર રૂટિન ઘરે જ કરવાનું પસંદ કરતી હોય છે. હવે આગામી દિવસોમાં વેલેન્ટાઈન્સ ડે આવવાનો છે અને આવી સ્થિતિમાં દરેક પોતાના પાર્ટનરની સામે સુંદર દેખાવા માગે છે. જોકે સારી વાત એ છે કે તેના માટે પાર્લરમાં જઇને હજારો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી.

2020 અને 2021માં લોકડાઉનમાં લોકોને થ્રેડિંગ, ક્લિનઅપ અને ફેશિયલ જેવી વસ્તુઓ માટે માર્કેટ ખૂલવાની રાહ જોવી પડી હતી. તેને ધ્યાનમાં રાખતાં સ્કિન કેર કંપનીઓએ કેટલાંક એવાં ટૂલ માર્કેટમાં મૂક્યાં છે, જેનો યુઝ તમે ઘેરબેઠાં કરી શકો છો. કંપનીઓનું કહેવું છે કે આ ટૂલ તમારી સ્કિનનું ધ્યાન રાખશે.

કામના સમાચારમાં આજે જાણો આવાં જ સ્કિન કેર ટૂલ વિશે.

1- ‘ગુઆ શા’થી ચહેરાના ડાઘ દૂર થશે
‘ગુઆ શા’ એક ચાઇનીઝ ટેક્નિક છે. જેમની સ્કિન ડ્રાય થઈ ગઈ છે, ચહેરા પર પિંપલનાં ડાઘા છે અથવા પછી કોઈ એલર્જી છે જે જવાનું નામ નથી લઈ રહી. તેમણે ગુઆ શા થેરપીનો ઉપયોગ કરવો જોઈએ. ગુઆ શા થેરપી લેવાથી ચહેરો ચમકી ઊઠશે.

આ થેરપી કેવી રીતે લઈ શકાય?

  • સૌથી પહેલાં તમારા ચહેરા પર ફેશિયલ ઓઈલ અથવા મોઈશ્ચરાઈઝર લગાવી લો.
  • પછી ગુઆ શા ટૂલથી નીચેથી ઉપરની તરફ મસાજ કરો.
  • ટૂલને ગળાથી માથા સુધી લઈ જતાં માલિશ કરો.
  • આવું ઓછામાં ઓછું 5 વખત કરવું.

શું ધ્યાનમાં રાખવું?

  • ચહેરા પર ફોલ્લીઓ હોય તો તે ન કરો.
  • આ ટૂલનો ઉપયોગ સ્વચ્છતાપૂર્વક કરવો.
  • ટૂલનો ઉપયોગ કર્યા પછી તેને ધોઈને રાખો.
  • 2- ફેસ ક્લિન્ઝિંગ બ્રશથી ચહેરા પર ચમક આવશે
  • આ ટૂલનો ઉપયોગ ચહેરાને ક્લિન કરવા માટે કરવામાં આવે છે. તે ઘણા સમયથી માર્કેટમાં વેચાઈ રહ્યું છે. આ એક હેન્ડહોલ્ડ ટૂલ છે, જેમાં એક મોટર ફિટ થાય છે. આ મોટરની મદદથી ચહેરો સાફ થાય છે.
  • તમારી સ્કિનના હિસાબે યોગ્ય બ્રશ પસંદ કરો.
  • ચહેર પરથી કોઈપણ પ્રકારનો મેકઅપ દૂર કરો.
  • બ્રશને ગરમ પાણીથી પલાળી લો અને બ્રિસલ્સ પર ક્લિન્ઝર લગાવો.
  • હવે તમારા ચહેરા પર ધીમે ધીમે સર્કલ બનાવતાં બ્રશ ફેરવો.
  • તમારી હડપચી, નાક અને માથા પર 20 સેકન્ડ સુધી ફેરવો.
  • તમારા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈને સુકાવા દો.

3- આઈબ્રો ટ્રિમર (AV Rich Green Painless Eyebrow Trimmer)થી શેપ આપો
આ ટ્રિમરનો ઉપયોગ માત્ર આઈબ્રોને શેપ આપવા માટે જ નહીં પરંતુ ચહેરા પરના વધારા હેર રિમૂવ કરવા માટે પણ કરી શકાય છે. તેના માટે તમારે કોઈની મદદ નહીં લેવી પડે. તમારે પાર્લર જવાની પણ જરૂર નહીં પડે. તમે ઘેરબેઠાં તેનો ઉપયોગ કરી શકો છો. આ ટ્રિમરની સૌથી સારી વાત એ છે કે તેનાથી શેપ આપ્યા પછી તમારી સ્કિન લાલ નથી થતી.

કેવી રીતે ઉપયોગ કરવો?

  • સૌથી પહેલાં તમારા હાથ પર યુઝ કરીને જોઈ લો.
  • પેન્સિલથી આઈબ્રોને ફીલ કરો. જેથી ક્યાંથી એક્સ્ટ્રા વાળ કાઢવાના છે તે જાણી શકાય.
  • હવે આઈબ્રોની આસપાસની જગ્યા પર પાઉડર લગાવો.
  • ટ્રિમરમાં આપવામાં આવેલું બટન ઓન કરીને હેર રિમૂવ કરો.

ધ્યાનમાં રાખવાની વાત

  • આ ટ્રિમરને એકદમ ફટાફટ ન ફેરવો.
  • હેર ગ્રોથના ઊંધા ડાયરેક્શનમાં તેને ફેરવો.
  • સ્કિન પુલ કરીને તેને ફેરવો તો હેર સારી રીતે રિમૂવ થઈ જશે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here