મેરઠ : નકલી ક્રિકેટ લીગ ટી-20 બનાવીને કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક બનનાર અશોક ચૌધરીની ધરપકડ કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ગુજરાત પોલીસ અને હાપુડ પોલીસ ખાલી હાથે પરત ફરી છે. પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે અશોક ચૌધરીએ ઘણા રાજ્યોમાં કરોડોની સંપત્તિ બનાવી રાખી છે. દિલ્હી, હરિયાણા સિવાય મુંબઈ અને ગોવામાં પણ અશોક ચૌધરીએ સંપત્તિ બનાવી છે. મેરઠના સાકેત, પલ્લવમપુરમમાં કોઠી ખરીદી છે. જેની તપાસ માટે હાપુડ પોલીસ મેરઠ પોલીસની મદદ માંગી રહી છે. જેથી સંપતી જપ્તની કાર્યવાહી કરી શકાય. મેરઠ સિટીના એસપી વિનીત ભટનાગરના મતે અશોક ચૌધરીની શોધ ગુજરાત અને હાપુડ પોલીસ કરી રહી છે. જોકે તેની કોઇ ભાળ મળી નથી. પોલીસ વિવેચનામાં અશોકના ભાઇ પપ્પનું નામ પણ સામેલ કરી રહી છે. નકલી ક્રિકેટ લીગ ટી-20 કરાવનાર ગેંગનો માસ્ટરમાઇન્ડ રસિયાનો એફિમોવ છે. તેના ઇશારે જ જૈનપુરનો રહેવાસી અશોક ચૌધરી અને મધ્ય પ્રદેશનો રહેવાસી આસિફ મેરઠ અને ગુજરાતમાં નકલી મેચ કરાવી ચૂક્યા છે.ગુજરાત પછી હાપુડ પોલીસે આ ગેંગ પરથી પડદો ઉઠાવ્યો હતો. પરીક્ષિતગઢના ગામ ખજુરી નિવાસી શિતાબ ઉર્ફે શબ્બુ અને ગ્વાલિયરના ઋષભને જેલ મોકલી દીધા છે. આસિફની શોધ માટે મધ્ય પ્રદેશ પોલીસનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. જ્યારે અશોક ચૌધરી નવ જુલાઇના રોજ પરિવાર સાથે મોસ્કો ચાલ્યો ગયો છે. તેણે અભ્યાસ મોસ્કોમાં કર્યો છે. પોલીસે તેની જાણકારી પણ મેળવી છે.અશોક ચૌધરી સામે ગેંગસ્ટર એક્ટનો કેસ નોંધીને 14-એ ની કાર્યવાહી અંતર્ગત સંપત્તિ જપ્ત કરવામાં આવશે. મેરઠમાં ઘણી કોઠીએ બનાવ્યા પછી તેણે ઘણા રાજ્યોમાં પોતાની જાળ ફેલાવી ઘણી કોઠીઓ ઉભી કરી છે. હાપુડ પોલીસે અશોક ચૌધરીના ભાઇ, પરિવાર અને સંબંધીઓની પુરી લિસ્ટ તૈયાર કરી છે. જલ્દી તેમની પૂછપરછ કરવામાં આવશે. ગુજરાત પોલીસને નકલી ટી-20 મેચની વીડિયોગ્રાફી પણ મળી ગઈ છે.યુપીમાં જે સટ્ટાકાંડ સામે આવ્યો તેની મોડસ ઓપરેન્ડી મહેસાણાના સટ્ટાકાંડ જેવી જ હતી. ઉત્તર પ્રદેશના મેરઠમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાના લોકલ ખેલાડીઓને મેચ રમવા બોલાવવામાં આવતા. અંદાજે 40 હજાર રૂપિયા ભાડુ આપીને નકલી મેચ રમાડવામાં આવતી હતી. આરોપી અશોક ચૌધરી મેચ રમાડવાના 30 થી 40 હજાર રૂપિયા શિતાબ ઉર્ફ શબ્બુને આપતો હતો. આ નકલી મેચ પર રશિયામાં સટ્ટો રમાતો હતો.