હીરા ઉદ્યોગમાં થતી ચીટિંગ રોકવા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે સીટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરાશે

0
13
સુરત ડાયમંડ એસો.ના લૂઝ ડાયમંડના એક્સપોનું ઉદ્ઘાટન કરાયું
‘સીટ’ માટે પોલીસ કમિશનર અને ડાયમંડ એસો.બેઠક કરશે

સુરત : હીરા ઉદ્યોગમાં થતી ચીટિંગ રોકવા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે સીટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરાશે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત નેચરલ અને લેબગ્રોનના લુઝ ડાયમંડના એક્ઝિબિશનના ઉદ્દઘાટન કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ટેક્સટાઈલ અને રેલવે મંત્રી દર્શના જરદોશ સહિત ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં.આજે સુરતના ડાયમંડ બુર્સની ઓળખ માત્ર હીરા ઉદ્યોગકારો માટે જ નથી દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ હશે. અમદાવાદમાં ટેક્સટાઈલના સભ્યો સાથે મળી એક SIT બનાવવામાં આવી, જેમાં ચિટિંગનો ભોગ બનેલા 350 વેપારીમાંથી 57 ના રૂપિયા SIT દ્વારા પરત અપાયા હતાં. હવે ડાયમંડમાં ચિટિંગ અટકાવવા સીટની રચના કરાશે. 15-15 પોલીસની ટીમ બનાવાશે. પોલીસ કમિશનર અને ડાયમંડ એસોસિએશનની બેઠક બાદ પ્લાન તૈયાર કરાશે. ડાયમંડ બુર્સની પહેલી ઓફિસ શરૂ થાય તે પહેલા હાઈટેક પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે. હવે સુરતમાં એરપોર્ટ છે અને તેમાં વહેલી તકે ઈેન્ટરનેશનલ ફ્લાઈટોમાં વધારો કરવામાં આવશે. સુરતમાં પણ જ્યારે ડાયમંડ બુર્સ બનાવાની વાત આવી ત્યારે તેને અટકાવવા પ્રયાસો કરાયા. સુરતના વેપારીઓ અટક્યા વિના બુર્સનું નિર્માણ કર્યું.’