ટેક્સચોરીના મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ પર આવકવેરા વિભાગનો સકંજો કસાઈ રહ્યો છે આજે પણ થઈ શકે કાર્યવાહી

0
45
vaઆ દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓએ ઓફિસથી અનેક મહત્વના દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ગેઝેટ જપ્ત કર્યા. આ ઉપરાંત ક્વાન કંપનીના 4 એકાઉન્ટ્સ સીલ કરી દેવાયા છે
આ દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓએ ઓફિસથી અનેક મહત્વના દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ગેઝેટ જપ્ત કર્યા. આ ઉપરાંત ક્વાન કંપનીના 4 એકાઉન્ટ્સ સીલ કરી દેવાયા છે

મુંબઈ: ટેક્સચોરીના મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપઅને અભિનેત્રી તાપસી પન્નુ પર આવકવેરા વિભાગનો સકંજો કસાઈ રહ્યો છે અને બુધવારે મોડી રાત સુધી બંનેની પૂછપરછ થતી રહી. બંને પોતાની ફિલ્મના શૂટિંગ માટે પુણેમાં હતા, જ્યાં તેમની હોટલમાં પૂછપરછ થઈ અને ટેક્સ ચોરી કેસ સંબંધિત સવાલો કરાયા. ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શનમાં આવકવેરાની ધાંધલી મામલે બુધવારે આખો દિવસ આવકવેરા વિભાગની 20થી વધુ ટીમોએ મુંબઈ અને પુણેમાં 20થી વધુ જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી કરી. આ કેસમાં આવકવેરા વિભાગની ટીમ અભિનેત્રી તાપસી પન્નુ ને અનુરાગ કશ્યપ ના મુંબઈ સ્થિત ઘરે પણ ગઈ હતી પરંતુ બંને ત્યાં મળ્યા નહઆવકેવેરા વિભાગે ફિલ્મમેકર મધુ મન્ટેનાની કંપની ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટના અંધેરી વેસ્ટના કોમર્સ સેન્ટર ઓફિસમાં પણ દરોડો પાડ્યો. આ ઓફિસમાં આવકવેરા વિભાગના 8 અધિકારી સવારે 6 વાગે પહોંચી ગયા હતા અને 20 કલાકથી વધુ સમય સુધી ત્યાં હાજર રહ્યા.