નવી દિલ્હી : યૂનિયન પબ્લિક સર્વિસ કમિશનનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. યૂપીએસસીના જાહેર થયેલા પરિણામમાં શ્રૃતિ શર્માને પ્રથમ રેન્ક મળ્યો છે. અંકિતા અગ્રવાલને બીજો અને ગામિની સિંગલાને ત્રીજો રેન્ક મળ્યો છે. પ્રથમ ત્રણ નંબરે છોકરીઓ બાજી મારવામાં સફળ રહી છે.ઐશ્વર્યા વર્મા ચોથા નંબરે, ઉત્કર્ષ દ્વિવેદી પાંચમાં ક્રમે અને યક્શ ચૌધરી છઠ્ઠા નંબરે રહ્યા છે. શ્રૃતિ શર્મા દિલ્હીના સેન્ટ સ્ટિફન્સ કોલેજ અને જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયની પૂર્વ વિદ્યાર્થિની છે.ઉમેદવારો યૂપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈને રિઝલ્ટ આસાનાથી ચેક કરી શકે છે. સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલા પીડીએફ દ્વારા ઉમેદવારો પોતાનો રજીસ્ટ્રેશન નંબર ચેક કરી શકે છે.યૂપીએસસીની પરીક્ષામાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમાં થોડાક જ ઉમેદવારો સફળ થાય છે. આ સૌથી મુશ્કેલ પરીક્ષામાંથી એક છે. પંચે 5 એપ્રિલથી 26 મે વચ્ચે ઇન્ટરવ્યૂ લીધા હતા. યૂપીએસસી દ્વારા નિયુક્તિ માટે કુલ 685 ઉમેદવારોની ભલામણ કરી છે. જેમાં 244 સામાન્ય, 73 ઇડબલ્યૂએસ, 203 ઓબીસી, 105 એસસી અને 60 એસટી વર્ગના ઉમેદવાર સામેલ છે.