AMC પૂર્વ નેતા દિનેશ શર્મા કેસરીયો કરશે ધારણ, સી. આર. પાટીલ સાથે ફોટો કર્યો શેર

0
12
દિનેશ શર્માએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતુ કે, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અહીં સંગઠન મજબુત કરવા નહી પરંતુ વેપાર કરવા માટે આવ્યા છે
દિનેશ શર્માએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતુ કે, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અહીં સંગઠન મજબુત કરવા નહી પરંતુ વેપાર કરવા માટે આવ્યા છે

અમદાવાદ: કોંગ્રસ પક્ષમાંથી રાજીનામા આપ્યા બાદ એએમસી પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ભાજપમા જોડાવાની જાહેરાત કરી છે . પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે ફોટો શેર કરી સોશિયલ મિડીયાના માધ્યમથી લખ્યું છે કે “ સંગઠનના માહિર એવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની શુભેચ્છા મુલાકાત કરી. હવે  27મી ફેબ્રુઆરી, રવિવારે વિકાસ અને અને રાષ્ટ્રવાદની દિશામાં આગળ વધી રહ્યો છું “ બધુવારના રોજ પાર્ટીના તમામ હોદાઓ પરથી રાજીનામા આપતો પત્ર લખી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વોટસઅપ મોકલ્યું હતું. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા દિનેશ શર્માને પાર્ટી નેતાઓ વિરૂદ્ધ નિવેદન આપવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે .બુધવારે રાજીનામા આપ્યા બાદ પૂર્વ કોંગ્રેસ નેતા દિનેશ શર્માએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતુ કે, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અહીં સંગઠન મજબુત કરવા નહી પરંતુ વેપાર કરવા માટે આવ્યા છે . છેલ્લા અનેક દિવસથી તેઓને મળવા માટે સમય માંગ્યો છે. છતાં સમય આપવામા આવતો નથી . કોઇ વેપારી સમય માંગે અને ધારાસભ્ય સમય માંગે છે તો સમય મળે છે. પરંતુ કોંગ્રેસ કાર્યકર્તા પોતાની વેદના કહેવા માટે કોઇ સમય અપાતો નથી.વધુમાં દિનેશ શર્મા કહ્યું હતું કે, ગુજરાતમા અહેમદ પટેલના નવ રત્નો છે કે, પાર્ટી ચલાવી રહ્યા છે. પાર્ટીમાં આ નેતાઓ બાનમાં લીધી છે . મનસ્વી નિર્ણય પાર્ટીના નેતાઓ લઇ રહ્યા છે . જો પાર્ટી ખરેખર સત્તામાં લાવી હોય તો આ નવ રત્નો પાર્ટીમાં દુર કરવા જોઇએ.આ સાથે તેમણે જગદીશ ઠાકોર પર પણ વ્યક્તિગત આકરા પ્રહાર કર્યા હતા. તમામ સિનિયર નેતાઓ ચેલન્જ કરી હતી કે, તમામ નેતાઓ મારી સામે આવે તમામ નેતાઓના પોલ ખોલી નાંખીશ. કોંગ્રેસમા રહી જ નેતાઓ ભાજપ સાથે સાઠગાઠ કરી કામ કરે છે .