
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી વધ્યા હતા. સોનામાં તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ભાવમાં ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમંપોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે ફરી ભાવ ઉછાળાઓ શરૂ થયા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ઔંસના ઉંચામાં ૪૪૦૦ ડોલરની નજીક પહોંચી ગયાના નિર્દેશો હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૩૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૩૮૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૯૦૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૪૦૦૦ વધી રૂ.૨૩૬૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૩૧૯થી ૪૩૨૦ વાળા વધી ૪૪૦૦ થઈ ૪૩૯૩થી ૪૩૯૪ ડોલર રહ્યા હતા. સોનામાં ફંડો એક્ટીવ હતા. સોના પાછળ ચાંદીના વૈશ્વિક ભાવ પણ ઔંસના ૭૧.૬૫ વાળા વધી ૭૪.૫૫ થઈ ૭૪.૦૫થી ૭૪.૦૬ ડોલર રહ્યા હતા.


