વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૨૧ના ‘દેશનું પ્રથમ ઈ-સિટી’ના વિઝનને સાકાર કરતી પર્યાવરણમિત્ર પહેલ.પ્રવાસીઓને નિઃશુલ્ક, સુવિધાસભર અને સ્માર્ટ પરિવહન સેવા .

પ્રવાસીઓને નિઃશુલ્ક, સુવિધાસભર અને સ્માર્ટ પરિવહન સેવા .રાજપીપલા તા 25,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૨૧ના ‘દેશનું પ્રથમ ઈ-સિટી’ના વિઝનને સાકાર કરતી પર્યાવરણમિત્ર પહેલ. વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે એકતા નગરમાં ૫૫ ઈ-બસો દ્વારા નિઃશુલ્ક પરિવહન સેવા ઉપલબ્ધ બની છે. પર્યાવરણની જાળવણી સાથે પ્રવાસીઓને સુવિધાસભર મુસાફરીનો અનુભવ કરાવતી આ પહેલ એકતા નગરને હરિત પરિવહન અને ટકાઉ પર્યટનના મોડેલ તરીકે સ્થાપિત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૫ જૂન, ૨૦૨૧ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એકતાનગરને દેશનું પ્રથમ ઈ-સિટી બનાવવાની દિશામાં કરેલી જાહેરાત આજે તબક્કાવાર અમલીકરણ સાથે સાકાર થઈ રહી છે.વડાપ્રધાનના પર્યાવરણમિત્ર વિકાસના વિઝનને અનુરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા એકતા નગરમાં પરિવહન વ્યવસ્થાને વધુ સ્વચ્છ, આધુનિક અને સુગમ બનાવવા ઈ-વાહનોનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. કચેરીના ઉપયોગ માટે ઈ-કાર, પ્રવાસીઓની અવરજવર માટે ઈ-રિક્ષા અને ઈ-બસ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ ક્રમમાં બે તબક્કામાં કુલ ૫૫ ઈ-બસો પ્રવાસીઓની સેવામાં મૂકવામાં આવી છે.
તસવીર :ભાવના ભાટી (અમદાવાદ)
